Skip to main content
Settings Settings for Dark

રાજધાની અબુજામાં એક ઈમારત ધરાશાયી થતા ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા

Live TV

X
  • તૂટી પડેલા સ્લેબનો કાટમાળ તેમના પર પડ્યા હતા

    નાઈજીરીયાની રાજધાની અબુજામાં એક ઈમારત ધરાશાયી થતા ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. નાઈજીરિયાની રાજધાની અબુજાના ઈમરજન્સી મેનેજમેન્ટ વિભાગના વડા અબ્દુલ રહેમાન મોહમ્મદે સોમવારે એજન્સીને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા ઈમારતને આંશિક રીતે તોડી પાડવામાં આવી છે. આ ઘટના શનિવારે બની હતી જ્યારે કેટલાક શંકાસ્પદ સફાઈ કામદારો ઈમારતમાં પ્રવેશ્યા હતા અને લોખંડના સળિયા ઉતારી લીધા હતા.

    તૂટી પડેલા સ્લેબનો કાટમાળ તેમના પર પડ્યા હતા

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શંકાસ્પદ સફાઈ કામદારોની આ પ્રવૃત્તિને કારણે પહેલાથી જ આંશિક રીતે તૂટી પડેલા સ્લેબનો કાટમાળ તેમના પર પડ્યા હતા. તેમણે કહ્યું કે બે ઘાયલ લોકોને બચાવીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

    નાઈજીરીયામાં ઈમારત ધરાશાયી થવાની ઘટનાઓ અસામાન્ય

    આપને જણાવી દઈએ કે આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ નાઈજીરીયામાં ઈમારત ધરાશાયી થવાની ઘટનાઓ અસામાન્ય નથી. દેશમાં આવી ઘટનાઓ બનતી રહે છે જેના કારણે અવારનવાર લોકોના મોત થાય છે. એક અહેવાલ મુજબ, 2022 અને 2024 ની વચ્ચે નાઇજીરીયામાં ઓછામાં ઓછી 135 ઇમારતો ધરાશાયી થવાના બનાવો નોંધાયા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2025 Max Temp : °C Min Temp : °C
apply