રિલાયન્સ અને Nvidia ભારતમાં AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરશે
Live TV
-
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને Nvidia, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કમ્પ્યુટિંગમાં અગ્રણી અમેરિકન કંપની, ભારતમાં AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરશે. બંને કંપનીઓએ ભારતમાં AI કમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈનોવેશન હબ બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
જેન્સન હુઆંગે કહ્યું કે તેમની કંપનીએ ભારતમાં AI કમ્પ્યુટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈનોવેશન સેન્ટર બનાવવા માટે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે કરાર કર્યા છે. RILના ચેરમેને કહ્યું કે Jio હવે વિશ્વની સૌથી મોટી ડેટા કંપની બની ગઈ છે. તેમણે કહ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું નવું ફ્લેગશિપ ડેટા સેન્ટર લેટેસ્ટ Nvidia Blackwell AI ચિપ્સનો ઉપયોગ કરશે. રિલાયન્સ અને Nvidia વચ્ચેની ભાગીદારીનો હેતુ દેશમાં મજબૂત AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો છે.
અગ્રણી વૈશ્વિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચિપ કંપની Nvidia Corp ના CEOએ જણાવ્યું હતું કે રિલાયન્સ અને Nvidia મળીને ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે. AI સમિટમાં, અંબાણી અને હુઆંગે AI માં ભારતની પરિવર્તનશીલ ક્ષમતા અને આ ક્ષેત્રમાં વૈશ્વિક નેતા તરીકે તેની ઉભરતી ભૂમિકા વિશે ચર્ચા કરી. રિલાયન્સના વડા મુકેશ અંબાણીએ આ પ્રસંગે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારતની શરૂઆત Nvidiaના શ્રેષ્ઠ ઉત્પાદન સાથે થશે. હુઆંગે કહ્યું કે આ ભાગીદારી એવી એપ્લિકેશન્સ પણ બનાવશે જે રિલાયન્સ ભારતમાં ગ્રાહકોને પ્રદાન કરી શકે. તેમણે કહ્યું કે આ સહયોગ હેઠળ અમે એક ઈનોવેશન સેન્ટર પણ ખોલીશું.