Skip to main content
Settings Settings for Dark

લેબનોનથી આવેલ ડ્રોને નેતન્યાહુના નિવાસસ્થાનને નિશાન બનાવ્યું

Live TV

X
  • લેબનોનથી આવેલા ડ્રોને ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુના ઘરને નિશાન બનાવ્યું હતું. ઇઝરાયેલ પ્રધાનમંત્રી કાર્યાલયે પુષ્ટિ કરી કે શનિવાર (19 ઓક્ટોબર) સવારે લેબનોનથી ડ્રોન હુમલાનું લક્ષ્ય સીઝેરિયામાં પીએમનું ખાનગી નિવાસસ્થાન હતું.

    પીએમઓએ જણાવ્યું હતું કે. હુમલા સમયે પ્રધાનમંત્રી નેતન્યાહુ અને તેમની પત્ની સારા ઘરે ન હતા અને કોઈ ઈજા થઈ ન હતી, એમ ધ ટાઈમ્સ ઑફ ઈઝરાયેલના અહેવાલમાં જણાવાયું હતું.

    અહેવાલો અનુસાર, શનિવારે સવારે લેબનોનથી ફાયર કરવામાં આવેલા અન્ય બે ડ્રોનને હવાઈ સુરક્ષા દળોએ તોડી પાડ્યા હતા.

    ઇઝરાયેલના પીએમ પર આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ત્રણ દિવસ પહેલા બુધવારે (16 ઓક્ટોબર) ઇઝરાયેલી સેનાએ હમાસના નેતા યાહ્યા સિન્વરની હત્યા કરી હતી. ઈઝરાયેલના જણાવ્યા અનુસાર સિનવાર ગયા વર્ષે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો મુખ્ય રણનીતિકાર હતો.

    સિનવારના મૃત્યુ પછી બુધવારે મોડી રાત્રે એક નિવેદનમાં, ઈરાન સમર્થિત હિઝબુલ્લાએ "ઈઝરાયેલી દુશ્મન સાથેના મુકાબલાના નવા અને વધુ આક્રમક તબક્કા" ની શરૂઆત કરવાની જાહેરાત કરી.

    ઇઝરાયેલે ગુરુવારે (17 ઓક્ટોબર) હમાસના નેતાના મૃત્યુની સત્તાવાર જાહેરાત કરી હતી. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) અને શિન બેટ સુરક્ષા એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "7 ઓક્ટોબરના હુમલા અને હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ સિનવાર બુધવારે દક્ષિણ ગાઝાના રફાહમાં ગોળીબારમાં માર્યો ગયો હતો."

    તમને જણાવી દઈએ કે 7 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયેલ પર હમાસના હુમલામાં લગભગ 1200 લોકો માર્યા ગયા હતા અને 250થી વધુ લોકોને બંદી બનાવવામાં આવ્યા હતા. તેમાંથી 101 બંધકો હજુ પણ ગુમ છે જે ગાઝામાં હોવાનું માનવામાં આવે છે. આ હુમલા બાદ ઈઝરાયેલે હમાસ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી અને પેલેસ્ટિનિયન જૂથના કબજા હેઠળની ગાઝા પટ્ટી પર હુમલા શરૂ કર્યા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply