વિદશ મંત્રી એસ. જયશંકરે રશિયાના વિદશ મંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી
Live TV
-
વિદશ મંત્રી એસ. જયશંકર રશિયાની પાંચ દિવસની મુલાકાતે છે. રશિયા પહોંચેલા એસ. જયશંકરે રશિયન MFA રિસેપ્શન હાઉસમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત અને સ્થિર છે. આ સાથે જ તેમણે કહ્યું કે મને લાગે છે કે, અમારા બંને દેશો વિશેષ રણનીતિક ભાગીદારી પર ખરા ઉતર્યા છીએ છે. અમે એક વર્ષમાં લગભગ છ વખત મુલાકાત કરી ચૂક્યા છીએ અને મારી તથા મારા સમકક્ષ લાવરોવની આ સાતમી મુલાકાત છે. બંને દેશોના શીર્ષ નેતૃત્વ સતત એકબીજાના સંપર્કમાં છે.
પોતાના સંબોધનમાં એસ. જયશંકરે કહ્યું કે, જાન્યુઆરીમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાતની બેઠકમાં મજબૂત રશિયન ભાગીદારીની આશા છે. અમે અનેક ક્ષેત્રે પોતાના દ્વિપક્ષીય સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. બીજી તરફ આ દરમિયાન વિદશ મંત્રીએ કહ્યું કે, મોસ્કોમાં રહેવું હંમેશા સુખદ રહ્યું છે. રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે મોસ્કોમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત શરૂ થઈ હતી.