વેનેઝુએલાના મારિયા કોરિના મચાડોને 2025 નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો
Live TV
-
વેનેઝુએલાના મારિયા કોરીના મચાડોને વર્ષ 2025 નો પ્રતિષ્ઠિત નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. નોબેલ કમિટીએ તેમને તાનાશાહી સામે સંઘર્ષ કરીને વેનેઝુએલામાં લોકશાહીની જ્યોત જાળવી રાખવા બદલ આ સન્માન આપ્યું છે. તેમને દેશમાં લોકશાહી પુનઃસ્થાપિત કરવા અને શાંતિપૂર્ણ પરિવર્તન માટેના સતત પ્રયાસો માટે સન્માનિત કરાયા છે.
આ વર્ષનો પ્રતિષ્ઠિત નોબેલ શાંતિ પુરસ્કાર 2025 વેનેઝુએલાનાં મારિયા કોરીના મચાડોને મળ્યો છે. લોકશાહી અને શાંતિ પ્રત્યેના તેમના સમર્પણ માટે તેમને આ સન્માન આપવામાં આવ્યું છે.
નોબેલ કમિટીએ કહ્યું કે મચાડોને આ પુરસ્કાર એટલા માટે આપવામાં આવ્યો છે કારણ કે તેમણે "તાનાશાહી સામે સંઘર્ષ કરતાં વેનેઝુએલામાં લોકશાહીની જ્યોત જાળવી રાખી."
મારિયા કોરીના મચાડોને દેશમાં લોકશાહી પુનઃસ્થાપિત કરવા અને શાંતિપૂર્ણ પરિવર્તન માટેના તેમના સતત પ્રયાસો બદલ સન્માનિત કરવામાં આવ્યાં છે. સમિતિએ કહ્યું, "તેમણે દર્શાવ્યું કે લોકશાહીનાં સાધનો જ શાંતિનાં સાધનો બની શકે છે."
મચાડોએ વેનેઝુએલાની જનતાને એ આશા આપી છે કે એક એવું ભવિષ્ય શક્ય છે જ્યાં નાગરિકોના અધિકારોનું રક્ષણ થાય અને તેમનો અવાજ સાંભળવામાં આવે.
આ વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર માટે કુલ 338 નામાંકન આવ્યા હતા — જેમાં 244 વ્યક્તિઓ અને 94 સંગઠનોનો સમાવેશ થાય છે.
નોબેલ શાંતિ પુરસ્કારની શરૂઆત 1901 માં થઈ હતી, અને અત્યાર સુધી તે 105 વખત આપવામાં આવી ચૂક્યો છે. કુલ 139 લોકો અને સંગઠનોને આ સન્માન મળ્યું છે.
2014 માં મલાલા યુસુફઝઈ 17 વર્ષની ઉંમરે સૌથી ઓછી ઉંમરનાં વિજેતા બન્યાં હતાં, જ્યારે 1995 માં જોસેફ રોટબ્લેટ 86 વર્ષની ઉંમરે સૌથી વૃદ્ધ વિજેતા રહ્યા હતા.
ગયા વર્ષનો (2024) નોબેલ શાંતિ પુરસ્કાર જાપાનના સંગઠન નિહોન હિદાનક્યોને આપવામાં આવ્યો હતો, જે હિરોશિમા અને નાગાસાકી પરમાણુ બોમ્બ પીડિતોના અવાજને દુનિયા સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે.
