Skip to main content
Settings Settings for Dark

વેનેઝુએલામાં 7.1 અને 7.5 ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી, ઈમરજન્સી જાહેર

Live TV

X
  • દક્ષિણ અમેરિકાના વેનેઝુએલામાં બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા બાદ કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સે દેશમાં 'સ્ટેટ ઓફ ઈમરજન્સી' જાહેર કરી છે. ભૂકંપને કારણે દેશભરમાં વ્યાપક નુકસાન થયું હોવાના અહેવાલો છે. પહેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. જ્યારે બીજો ભૂકંપ 7.5 તીવ્રતાનો આવ્યો હતો.

    રાષ્ટ્રપતિ રોડ્રિગ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જણાવ્યું હતું કે, "આજે (25 જૂન) બપોરે દેશમાં અનુભવાયેલા શક્તિશાળી ભૂકંપ બાદ, અમે સમગ્ર રાષ્ટ્રીય ક્ષેત્રમાં કટોકટી જાહેર કરી છે. અમે તમામ નાગરિકોને સતર્ક, સુરક્ષિત અને શાંત રહેવા અપીલ કરીએ છીએ. ભૂકંપને કારણે થયેલા નુકસાનને પગલે માઈકેટિયા એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ, તબીબી સેવાઓ અને સિવિલ પ્રોટેક્શન ટીમો રાહત અને બચાવ કામગીરી માટે સમગ્ર દેશમાં તૈનાત કરી દેવામાં આવી છે."

    વેનેઝુએલામાં એક પછી એક બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે રાજધાની કારાકાસમાં પણ જોરદાર ધ્રુજારી અનુભવાઈ હતી. યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) મુજબ, 7.1ની તીવ્રતાના ભૂકંપ બાદ માત્ર એક મિનિટમાં બીજો 7.5ની તીવ્રતાનો વધુ શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ બંને ભૂકંપનું કેન્દ્ર કારાકાસથી લગભગ 160 કિમી પશ્ચિમમાં આવેલા દરિયાકાંઠાના શહેર મોરોન નજીક હતું. આ ભૂકંપ 10ે કિમીની ઓછી ઊંડાઈએ આવેલા હોવાથી તેની વિનાશક અસર વધુ તીવ્ર હોવાની આશંકા છે.

    વેનેઝુએલાના ગૃહ, ન્યાય અને શાંતિ મંત્રી ડાયોસડાડો કેબેલોએ જણાવ્યું હતું કે, ભૂકંપને કારણે દેશના વિવિધ શહેરોમાં નુકસાન થયું છે. કારાકાસ મેટ્રોપોલિટન વિસ્તારના પૂર્વી ભાગમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ છે, જોકે જાનહાનિ અંગે કોઈ તાત્કાલિક વિગતો મળી નથી. કેબેલોએ નાગરિકોને સાવચેત રહેવા અને ગભરાયા વગર શાંતિ જાળવવા અપીલ કરી છે. વધુમાં, આફ્ટરશોક્સની શક્યતાને જોતા લોકોને ઈમારતોની અંદર ન રહેવા સૂચના આપવામાં આવી છે. 

    પડોશી દેશ કોલંબિયાના મીડિયાના અહેવાલ મુજબ, ત્યાંના અનેક શહેરોમાં પણ આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. USGSએ ચેતવણી આપી છે કે, આ બે ભૂકંપથી મોટી જાનહાનિ અને વ્યાપક નુકસાન થઈ શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply