Skip to main content
Settings Settings for Dark

શું ટ્રમ્પ રશિયા-યુક્રેન વચ્ચેનું સંઘર્ષ રોકશે ? બંને દેશોના પ્રમુખ સાથે કરશે વાતચીત

Live TV

X
  • રશિયા-યુક્રેન વચ્ચે સંઘર્ષ રોકવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે પુતિન અને ઝેલેન્કી સાથે ફોન પર કરશે વાતચીત. વેપાર મામલે પણ ચર્ચા કરવામાં આવશે.

    યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન, યુક્રેનિયન પ્રમુખ વ્લાદીમર ઝેલેન્સકી અને વિવિધ NATO દેશોના નેતાઓ સાથે અલગ-અલગ વાતચીત કરશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રમુખ ટ્રમ્પે લખ્યું કે, ચર્ચાનો વિષય યુદ્ધ અટકાવવાનો રહેશે. આ યુદ્ધમાં દર અઠવાડિયે રશિયા અને યુક્રેનના પાંચ હજાર સૈનિકો જીવ ગુમાવી રહ્યા છે. રશિયન સરકારના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પુષ્ટિ કરી હતી કે, પ્રમુખ પુતિન અને અમેરિકન પ્રમુખ વચ્ચે ટેલિફોનિક વાતચીતની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન, યુક્રેનિયન પ્રમુખ ઝેલેન્સકીએ રવિવારે રોમમાં વરિષ્ઠ US અધિકારીઓ અને યુરોપિયન નેતાઓને મળ્યા હતા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઝેલેન્સકીએ કહ્યું હતું કે, ઇસ્તંબુલમાં તાજેતરની વાતચીતમાં રશિયા સામે પ્રતિબંધો, દ્વિપક્ષીય વેપાર, સંરક્ષણ સહયોગ અને રશિયા સાથે કેદીઓના વિનિમય અંગે કરાર થયો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply