શ્રીલંકામાં સંસદીય ચૂંટણીમાં સત્તાધારી NPPએ મોટી લીડ મેળવી
Live TV
-
શ્રીલંકામાં યોજાયેલી સંસદીય ચૂંટણી બાદ ચાલી રહેલી મત ગણતરીમાં સત્તારૂઢ નેશનલ પીપલ્સ પાવર-એન.પી.પી. જોરદાર લીડ મેળવી લીધી છે. આ ડાબેરી ગઠબંધનની તરફેણમાં 60 ટકાથી વધુ મત પડ્યા હતા અને તેણે અત્યાર સુધી જાહેર કરેલી 71 બેઠકોમાંથી 52 બેઠકો જીતી લીધી છે. જ્યારે, સાજીથ પ્રેમદાસાની વિપક્ષી પાર્ટી સામગી જના બાલાવેગયાને માત્ર 19 ટકા મત મળ્યા અને પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેના નેતૃત્વ હેઠળના ન્યૂ ડેમોક્રેટિક ફ્રન્ટને માત્ર પાંચ ટકા મત મળ્યા.