સાયબર સુરક્ષાને ધ્યાને રાખીને કેનેડાએ પણ ટિકટોક પર લગાવ્યો પ્રતિબંધ
Live TV
-
અમેરિકા અને બ્રિટન બાદ હવે કેનેડાએ પણ ટિકટોક પર પ્રતિબંધ લગાવ્યો છે. સાયબર સુરક્ષાને ધ્યાને રાખીને કેનેડા સરકારે આ નિર્ણય લીધો છે. કેનેડા સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મોબાઈલ સહિતના ઉપકરણોમાંથી ટિકટૉક એપ્લિકેશન હટાવી દેવાશે અને ભવિષ્યમાં એપ્લીકેશન ડાઉનલોડ પણ નહીં થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. થોડા દિવસ અગાઉ પહેલા ડેટા સંબંધિત ચિંતાને ધ્યાને રાખીને અમેરિકાએ પણ સરકારી ઉપકરણોમાંથી ટિકટોકને હટાવી દીધું હતું.
