Skip to main content
Settings Settings for Dark

સિરીયાની રાજધાની દમાસ્કસમાં ઘૂસ્યાં વિદ્રોહી

Live TV

X
  • સીરિયામાં પરિસ્થિતિ અતિગંભીર થઈ ગઈ છે.સીરિયાની રાજધાનીમાં વિદ્રોહીઓએ ઘૂસણખોરી કરતા સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ દમાસ્ક છોડીને ભાગ્યા છે.  અને અહીં તખ્તાપલટ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. વરિષ્ઠ સેના અધિકારીઓએ આ  સમગ્ર માહિતી આપી હતી કે રાષ્ટ્રપતિ દેશ છોડીને જતા રહ્યા છે.  વિદ્રોહીઓએ  સેડનાયાની જેલમાંથી કેદીઓને મુક્ત પણ કરાવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

    સીરિયામાં 2011માં શરૂ થયેલા ગૃહયુદ્ધ દરમિયાન પણ વિદ્રોહીઓ હોમ્સ પર કબજો કરી શક્યા નહોતા, પરંતુ આ વખતે વિદ્રોહીઓએ શહેર પર કબજો કરી લીધો હતો. સીરિયામાં વિદ્રોહીઓએ ત્રણ મોટા શહેરો હમા, અલેપ્પો અને દારા પર કબજો કરી લીધો છે અને હવે તેઓ રાજધાની દમાસ્કસ તરફ આગળ વધી રહ્યા છે. સીરિયામાં પ્રથમ વખત, સરકાર પાસે હવે દમાસ્કસ, લતાકિયા અને ટાર્ટસ સહિત 14 પ્રાંતીય રાજધાનીઓમાંથી માત્ર ત્રણ પર નિયંત્રણ છે.

    24 વર્ષથી દેશ પર શાસન કરી રહેલા રાષ્ટ્રપતિ બશર અલ-અસદ છેલ્લા ઘણા દિવસોથી જાહેરમાં જોવા મળ્યા નથી. તેના વિશે એવા મજબૂત અહેવાલો છે કે તે પ્લેનમાં બેસીને કોઈ અજાણી જગ્યાએ રવાના થઈ ગયો છે. જો કે, રાષ્ટ્રપતિ કાર્યાલયે આવા અહેવાલોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તે દમાસ્કસમાં રહીને પણ નિયમિત રીતે કામ કરી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply