Skip to main content
Settings Settings for Dark

સિરીલ રામફોસાએ દક્ષિણ આફ્રિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા

Live TV

X
  • આફ્રિકન નેશનલ કોંગ્રેસના શાસક સિરીલ રામફોસાએ દક્ષિણ આફ્રિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે.

    આફ્રિકન નેશનલ કોંગ્રેસના શાસક સિરીલ રામફોસાએ દક્ષિણ આફ્રિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. જેકોબ ઝુમાના રાજીનામા પછી શાસક પક્ષના રાજકારણીઓ દ્વારા તેમને દક્ષિણ આફ્રિકાના નવા પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. શાસક આફ્રિકન નેશનલ કોંગ્રેસ પાર્ટી (એએનસી) દ્વારા પ્રભુત્વ ધરાવતી 400 સભ્યોની સંસદ દ્વારા ગઈકાલે રામાફોસાને તેમના પૂર્વગામીની અવધિ પૂર્ણ થતાં તેમને ચૂંટવામાં આવ્યા હતા. સિરીલ રામાફોસાની અવધી 2019માં પૂર્ણ થશે.દેશની અગ્રણી વિરોધ પક્ષ આર્થિક સ્વતંત્રતા ફાઇટર્સ પાર્ટી (ઇએફએફ) દ્વારા મતદાન પહેલાં સંસદના સદનમાંથી બહાર નીકળી, એએનસી દ્વારા ચૂંટણીને ગેરકાનૂની તરીકે બોલાવી હોવાના નારા લગાવ્યા હતા. 65 વર્ષીય રામાફોસા, 2014 માં દેશના નાયબ રાષ્ટ્રપતિ બન્યા હતા.ગયા વર્ષે ડિસેમ્બરમાં, તેમણે પક્ષના વડા તરીકે દક્ષિણ આફ્રિકન પ્રમુખ જેકબ ઝુમાને બદલવા માટે રેસમાં નકોસાજાના દલામી-ઝુમાને નબળી સરસાઈથી હરાવ્યા હતા. સિરીલ રામાફોસાએ સંસદમાં પોતાના ભાષણમાં ગઈકાલે તેમની પસંદગી બાદ જણાવ્યું હતું કે, તેઓ દક્ષિણ આફ્રિકાના લોકોને નિરાશ ન કરવા માટેના તમામ પ્રયત્ન કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply