Skip to main content
Settings Settings for Dark

હમાસે બે અમેરિકન-ઇઝરાયેલ બંધકોને મુક્ત કર્યા

Live TV

X
  • મધ્ય પૂર્વીય સંઘર્ષમાં તણાવ ઓછો કરવા અને નાગરિકોને માનવતાવાદી સહાય પહોંચાડવાના તીવ્ર રાજદ્વારી પ્રયાસો વચ્ચે શુક્રવારે હમાસ આતંકવાદી સંગઠન દ્વારા બે અમેરિકન-ઇઝરાયેલ બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. 7મી ઑક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલમાં થયેલા આતંકી હુમલામાં માતા-પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું હતું.

    ઇઝરાઇલીઓએ કહ્યું કે મહિલાઓને ઇઝરાયેલી આર્મી બેઝ પર લઈ જવામાં આવી રહી છે અને યુનાઇટેડ સ્ટેટ્સે કહ્યું કે યુએસ ટીમ તેમને મળવા જઇ રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આ કાર્યમાં ભાગીદારી માટે કતાર અને ઈઝરાયેલનો આભાર માન્યો હતો. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પણ કતારવાસીઓની મદદ બદલ આભાર માન્યો હતો.

    ઇઝરાયેલ અને યુએસ અધિકારીઓએ આશરે 200 અન્ય બંધકોને મુક્ત કરવા માટે કામ કરવાનું ચાલુ રાખવાનું વચન આપ્યું હતું - લગભગ 40 દેશોમાંથી - જેમનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે હમાસે કહ્યું કે તે માનવતાવાદી કારણોસર કતાર સરકાર સાથેના કરારમાં તેમને મુક્ત કરી રહ્યું છે. અન્ય બંધકોના સંબંધીઓએ મુક્તિને આવકારી હતી અને અન્યોને મુક્ત કરવા અપીલ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply