હવે ભારતીયોને ઈરાન જવા માટે વિઝાની જરૂર નહીં પડે, અન્ય 32 દેશો માટે પણ વિઝા ફ્રી એન્ટ્રી
Live TV
-
ઈરાને પોતાના દેશમાં પર્યટનને પ્રોત્સાહન આપવા અને વિદેશી મુલાકાતીઓને આકર્ષવા મહત્વનો નિર્ણય લીધો છે. ઈરાન સરકારે જાહેરાત કરી છે કે 33 દેશના લોકોને ઈરાન આવવા માટે વિઝાની જરૂર નહીં પડે. આ 33 દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં રશિયા, સાઉદી અરેબિયા, કતાર, જાપાન અને UAE પણ સામેલ છે. ઈરાનના સાંસ્કૃતિક અને પર્યટન મંત્રી એઝાતોલ્લાહ ઝરઘામીએ જણાવ્યું હતું કે વિશ્વભરના દેશોમાંથી વધુ મુલાકાતીઓને આકર્ષવા અને ઈરાનની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
નિર્ણયના પરિણામે, 45 દેશો અથવા પ્રદેશોના લોકો હવે વિઝા વિના ઈરાનની મુલાકાત લઈ શકશે. મહત્વનું છે કે અગાઉ મલેશિયા, શ્રીલંકા અને વિયેતનામે ભારતીય મુલાકાતીઓ માટે વિઝા ફ્રી એન્ટ્રી આપવાનો નિર્ણય કર્યો હતો. હવે ભારતીયો મલેશિયા, શ્રીલંકા અને વિયેતનામ બાદ ઈરાનમાં પણ વિઝા વગર જઈ શકશે.