હિંદુઓ પરના અત્યાચાર સામે દિલ્હીનો નાગરિક સમાજ બાંગ્લાદેશ દૂતાવાસ સુધી કુચ કરશે
Live TV
-
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે 10 ડિસેમ્બરે દિલ્હી નાગરિક સમાજ સંગઠનો બાંગ્લાદેશ દૂતાવાસ સુધી કૂચ કરશે.
દિલ્હીની સિવિલ સોસાયટીએ 200થી વધુ સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો સાથે મળીને શુક્રવારે, દિલ્હીના 93 સાઉથ એવન્યુ ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી. રાજદૂત વીણા સીકરી (આઇએફએસ, બાંગ્લાદેશના ભૂતપૂર્વ હાઈ કમિશનર) અને રાજીવ જૈન (આઈપીએસ, ભૂતપૂર્વ મહાનિર્દેશક, ઈન્ટેલિજન્સ બ્યુરો અને સભ્ય, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ) સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ મીડિયાને સંબોધિત કર્યા.
આયોજકોએ બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચારની નિંદા કરી અને ત્યાં માનવાધિકારના ઉલ્લંઘનને રોકવા માટે સામૂહિક પગલાં લેવા હાકલ કરી. તેઓએ હિંસા રોકવા, આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંધિઓ હેઠળના અધિકારોના અમલીકરણ અને ઇસ્કોન સાધુ ચિન્મય કૃષ્ણ દાસની તાત્કાલિક મુક્તિની માંગ કરી હતી. વક્તાઓએ ધાર્મિક લઘુમતીઓના રક્ષણ અને બાંગ્લાદેશમાં શાંતિ અને સહિષ્ણુતાને પ્રોત્સાહન આપવા વૈશ્વિક એકતા માટે અપીલ કરી હતી.
