Skip to main content
Settings Settings for Dark

હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજ પર હુમલા બાદ અમેરિકાનો ઈરાન પર ત્રીજો મોટો સૈન્ય હુમલો

Live TV

X
  • અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી એકવાર વધવા લાગ્યો છે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં સાયપ્રસના ધ્વજવાળા જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ અમેરિકાએ ઈરાન પરના હુમલા તેજ કરી દીધા છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે આ માહિતી આપી હતી.

    અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) અનુસાર, અમેરિકન સેનાએ ઈસ્ટર્ન ટાઈમ મુજબ સાંજે 7:15 વાગ્યે (ભારતીય સમય મુજબ રવિવારે(12 જુલાઈ) સવારે 4:45 વાગ્યે) આ હુમલા શરૂ કર્યા હતા. કમાન્ડે જણાવ્યું હતું કે, આ ઓપરેશન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કમાન્ડર-ઈન-ચીફ તરીકે આપવામાં આવેલા આદેશ બાદ શરૂ કરવામાં આવ્યું છે.

    સેન્ટકોમ અનુસાર, જહાજ પરના હુમલા બાદ એક નાગરિક ક્રૂ મેમ્બર ગુમ થઈ ગયો છે. જહાજમાં આગ લાગવાથી અને એન્જિન રૂમને ભારે નુકસાન થવાથી તે અધવચ્ચે જ ફસાઈ ગયું છે. ગુમ થયેલા ક્રૂ મેમ્બર કયા દેશનો નાગરિક છે, તેની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. કમાન્ડે જણાવ્યું હતું કે, "એક નાગરિક ક્રૂ મેમ્બર ગુમ છે અને જહાજમાં આગ લાગવાને કારણે તેમજ એન્જિન રૂમને ગંભીર નુકસાન થવાને કારણે તે પોતાની સફર ચાલુ રાખવામાં અસમર્થ છે."

    સેન્ટકોમે એક નિવેદનમાં કહ્યું, "આજે સાંજે 7:15 વાગ્યે (ET), અમેરિકન સેનાએ ઈરાન વિરુદ્ધ આ સપ્તાહના હુમલાઓનો ત્રીજો રાઉન્ડ શરૂ કર્યો છે. આ કાર્યવાહી ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની સેના દ્વારા હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા સાયપ્રસના ધ્વજવાળા કન્ટેનર જહાજ 'M/V GFS ગેલેક્સી' પર હુમલો કર્યા બાદ કરવામાં આવી છે."

    જોકે, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે એવા સ્થળોની ઓળખ આપી નથી જ્યાં હુમલા કરવામાં આવ્યા છે. તેમણે એ પણ જણાવ્યું નથી કે, આ ઓપરેશનમાં કયા શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

    અમેરિકન સેનાએ કહ્યું કે, કોમર્શિયલ જહાજો પર અગાઉ થયેલા હુમલાઓ બાદ તેહરાનને કરારનું પાલન કરવાની વધુ એક તક આપવામાં આવી હતી, પરંતુ તે ફરીથી નિષ્ફળ ગયું છે. સેન્ટકોમે વધુમાં ઉમેર્યું કે આ તાજા ઓપરેશનનો ઉદ્દેશ્ય હોર્મુઝમાં નાગરિક નાવિકો અને કોમર્શિયલ શિપિંગ માટે ખતરો ઉભો કરવાની ઈરાનની ક્ષમતાને નબળી પાડવાનો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply