Skip to main content
Settings Settings for Dark

2023માં 28 કરોડથી વધુ લોકો ભૂખમરાનો શિકાર, ગાઝા સૌથી વધુ પ્રભાવિત: UNનો રિપોર્ટ

Live TV

X
  • સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર, 2023માં 28 કરોડથી વધુ લોકોએ ભૂખમરોનો સામનો કરવો પડ્યો હતો. તેમાંથી સૌથી ખરાબ સ્થિતિ ગાઝાના લોકોની છે, જેઓ દુકાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના અહેવાલ મુજબ, 2023માં 59 દેશોમાં લગભગ 28 કરોડ 20 લાખ લોકોએ વિવિધ ચરણોમાં ભૂખમરાનો સામનો કર્યો હતો. આ રિપોર્ટ ફૂડ સિક્યુરિટી ઇન્ફોર્મેશન નેટવર્ક, સંયુક્ત રાષ્ટ્રની વિવિધ એજન્સીઓ, યુરોપિયન યુનિયન સહિત 16 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવ્યો છે. 

    યુએન ફૂડ એન્ડ એગ્રીકલ્ચરના મુખ્ય અર્થશાસ્ત્રી મેક્સિમો ટેરેએ જણાવ્યું હતું કે પાંચ દેશોમાં 7,05,000 લોકો ભૂખમરાના પાંચમા અથવા સૌથી ગંભીર તબક્કામાં છે. આ 2016 પછીનો સૌથી મોટો આંકડો છે. પાંચ દેશોમાં લગભગ 577,000 લોકો દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. આવી પરિસ્થિતિનો સામનો કરી રહેલા 80% લોકો ગાઝામાં છે. આ સિવાય દક્ષિણ સુદાન, બુર્કિના ફાસો, સોમાલિયા, માલી જેવા દેશોમાં હજારો લોકો ભયંકર ભૂખમરામાંથી પસાર થઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર 39 દેશોમાં 3 કરોડ 60 લાખથી વધુ લોકો ઈમરજન્સી ભૂખમરાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ લોકો ભૂખમરાના ચોથા તબક્કામાં છે.  રિપોર્ટ દર્શાવે છે કે 2022ની સરખામણીમાં 2023માં 2 કરોડ 40 લાખ વધુ લોકોએ ભૂખમરોનો સામનો કરવો પડ્યો હતો. તેની પાછળનું કારણ સુદાન અને ગાઝા જેવા વિસ્તારોમાં ખાદ્ય સુરક્ષામાં ભારે ઘટાડો છે. 

    ગાઝામાં સૌથી દયનીય ભૂખમરાની સ્થિતિ

    રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે દેશો હાલમાં યુદ્ધ અને સંઘર્ષથી ઘેરાયેલા છે ત્યાં ભૂખમરાની સ્થિતિ વધુ ગંભીર છે. દક્ષિણ સુદાનમાં 79,000 લોકો એવા છે જે ટૂંક સમયમાં ભૂખમરાના પાંચમા તબક્કામાં પ્રવેશવા જઈ રહ્યા છે.  મહત્ત્વનું છે કે, પાંચમાં તબક્કાને દુષ્કાળની સ્થિતિ ગણવામાં આવે છે.   સંયુક્ત રાષ્ટ્રના આ રિપોર્ટ અનુસાર, ગાઝામાં 11 લાખ લોકો આ વર્ષે જુલાઈ સુધીમાં ગંભીર ભૂખમરાના પાંચમા તબક્કામાં પહોંચી જશે. છેલ્લા સાત મહિનાથી હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલી લડાઈને કારણે ગાઝામાં ભૂખમરાનું સંકટ વધી રહ્યું છે.  આ રિપોર્ટને માનવીય નિષ્ફળતા ગણાવ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
apply