Skip to main content
Settings Settings for Dark

27 એપ્રિલે જાપાન સહિત અલગ-અલગ દેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા

Live TV

X
  • જોકે આ તમામ દેશ પૈકી કોઈ પણ દેશમાં જાનહાનિના કોઈ અહેવાલો સામે આવ્યો નથી

    અમેરિકા, ઈન્ડોનેશિયા અને જાપાનમાં 27 એપ્રિલના રોજ અલગ-અલગ સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમાં સૌથી વધુ તીવ્રતા સાથે ભૂકંપના આંચકા જાપાનમાં નોંધાયા હતા. જાપાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 હતી. જ્યારે ઈન્ડોનેશિયામાં તેની તીવ્રતા 6.5 અને અમેરિકામાં માત્ર 2.9 માપવામાં આવી હતી. 
    ઇન્ડોનેશિયા અને જાપાન ધરતીકંપ-સંભવિત પેસિફિક રિંગ ઓફ ફાયર પર સ્થિત છે. આ દેશોમાં અવારનવાર ભયાવહ ભૂકંપ આવે છે. જોકે આ તમામ દેશ પૈકી કોઈ પણ દેશમાં જાનહાનિના કોઈ અહેવાલો સામે આવ્યો નથી. તે ઉપરાંત ઇન્ડોનેશિયા અને જાપાનમાં કેટલાક મકાનોમાં ભારે નુકસાન થયું છે.

    ઇન્ડોનેશિયાની હવામાન, આબોહવા અને જીઓફિઝિક્સ એજન્સી (BMKG) એ જણાવ્યું હતું કે 27 એપ્રિલે જાવા ટાપુના કિનારે 6.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેએ ભૂકંપની તીવ્રતા 6.1 ની નોંધી હતી. ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે તમામ દેશમાં એકસાથે 30 સેકેન્ડની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. BMKG અનુસાર, સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. USGS એ આ ભૂકંપની ઊંડાઈ 68.3 કિલોમીટર (42 માઈલ) હોવાનું અનુમાન લગાવ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
apply