BHRCએ બલૂચિસ્તાન અધિકાર કાર્યકર્તા કરીમા બલૂચના મૃત્યુ પર કેનેડાના PM જસ્ટિન ટ્રડોના મૌન પર સવાલ ઊભા કર્યા
Live TV
-
કેનેડાની બલૂચ માનવ અધિકાર પરિષદ (BHRC)એ બલૂચિસ્તાન અધિકાર કાર્યકર્તા કરીમા બલૂચના મૃત્યુ બાબતે સવાલ ઊભા કર્યા.
કેનેડાની બલૂચ માનવ અધિકાર પરિષદ (BHRC)એ બલૂચિસ્તાન અધિકાર કાર્યકર્તા કરીમા બલૂચના મૃત્યુ પર કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રડોના મૌન પર સવાલ ઊભા કર્યા છે. BHRCએ જણાવ્યું છે કે, ‘પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો અને તેમની લિબરલ પાર્ટી સરકરે કરીમા બલૂચના મૃત્યુ મામલાની તપાસમાં પારદર્શી અને ન્યાયસંગત પ્રતિક્રિયા આપવી જોઈએ.’
બલૂચિસ્તાન અધિકાર કાર્યકર્તા કરીમા બલૂચે બલૂચિસ્તાનને અધિકાર અપાવવા અને પાકિસ્તાની સૈન્ય કબ્જામાંથી આઝાદી માટે તેમનું જીવન સમર્પિત કર્યું છે. BHRCએ જણાવ્યું છે કે, ‘જસ્ટિન ટ્રૂડોએ હાઉસ ઓફ કોમન્સમાં હરદીપસિંહ નિજ્જરના મૃત્યુ મામલે નિવેદન આપ્યું છે અને કરીમા બલૂચના મૃત્યુ બાબતે મૌન સાધ્યું છે. આ પ્રકારની વિસંગતતા કેનેડા સરકારની સ્થિરતા અને નિષ્પક્ષતા બાબતે ચિંતા ઊભી કરે છે. ’
