G-20 સમિટમાં ભાગ લેવા રિયો પહોચ્યા પ્રધાનમંત્રી, G-20 સમિટમાં કેટલાક નેતાઓ સાથે પણ કરી શકે છે મુલાકાત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે બ્રાઝિલના રિયો ડી જાનેરો પહોંચ્યા હતા. જ્યાં તેઓ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા દ્વારા આયોજિત G20 સમિટમાં ભાગ લેશે. ત્યારે તેઓ વિશ્વના નેતાઓ સાથે સમિટની ચર્ચાઓ અને ફળદાયી વાતચીત કરશે. આ પ્રસંગે ભારતીય સમુદાયના લોકોએ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
મહત્વના વિવિધ મુદ્દાઓ પર ભારતના મંતવ્યો શેર કરશે
ભારત બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાની સાથે G20 ટ્રાયમવિરેટનું મહત્વપૂર્ણ સભ્ય છે અને સમિટમાં ચર્ચાઓને માર્ગદર્શન આપવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. PM Modi એ વૈશ્વિક મહત્વના વિવિધ મુદ્દાઓ પર ભારતના મંતવ્યો શેર કરશે અને G20 દિલ્હી નેતાઓની ઘોષણા અને બે વર્ષ પહેલાં ભારત દ્વારા આયોજિત વૈશ્વિક દક્ષિણ સમિટના પરિણામોની ચર્ચા કરશે.
આ મુલાકાત દરમિયાન PM Modi દ્વિપક્ષીય ચર્ચા કરશે
વિદેશ મંત્રાલયે અગાઉ કહ્યું હતું કે G20 સમિટ દરમિયાન PM Modi એ ઘણા દેશોના નેતાઓ સાથે અલગથી મુલાકાત પણ કરશે. G20 સમિટ બાદ PM Modi જ્યોર્જટાઉન જશે. વર્ષ 1968 પછી કોઈ ભારતીય વડાપ્રધાનની ગુયાનાની આ પ્રથમ મુલાકાત હશે. 19 થી 21 નવેમ્બર સુધી ચાલનારી આ મુલાકાત ગયાના પ્રમુખ મોહમ્મદ ઈરફાન અલીના આમંત્રણ પર યોજાઈ રહી છે. આ મુલાકાત દરમિયાન PM Modi દ્વિપક્ષીય ચર્ચા કરશે અને ગયાનાના વરિષ્ઠ નેતાઓને મળશે. તો ગયાનાની સંસદને સંબોધિત કરશે અને ભારતીય પ્રવાસી સમુદાય સાથે વાર્તાલાપ કરશે.