NATO અને કેનેડામાં ડોનાલ્ડ ટ્રમ્પે નવા રાજદૂતની કરી જાહેરાત
Live TV
-
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની કેબિનેટમાં મંત્રીઓના નામની જાહેરાત કર્યા બાદ હવે મુખ્ય દેશોમાં અમેરિકન રાજદૂતના નામ ફાઈનલ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ જ ક્રમમાં તેમણે નાટો અને કેનેડામાં નવા રાજદૂતના નામની જાહેરાત કરી છે, જેના કારણે ભારતને તેનો ફાયદો થઈ શકે છે.
ટ્રમ્પે NATOમાં અમેરિકી રાજદૂત માટે કાર્યવાહક એટર્ની જનરલ મેથ્યુ જી.વ્હીટેકર (Matthew Whitaker)ના નામની જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે, ‘મૈથ્યૂ આપણા નાટોના સાથીઓ સાથે સંબંધો મજબૂત કરશે અને શાંતિ તેમજ સ્થિરતા સામેના ખતરાનો દૃઢતાથી સામનો કરશે. તેઓ અમેરિકાની નવી ઊંચાઈએ લઈ જશે. જ્યારે મારા બીજા કાર્યકાળમાં હોકેસ્ટ્રા અમેરિકાને ફરી ઊંચાઈ પર લઈ જવામાં મારી મદદ કરશે. જ્યારે રાજદૂત માટે કેનેડામાં પૂર્વ સાંસદ પીટ હોકેસ્ટ્રા (Pete Hoekstra)નું નામ જાહેર કરાયું છે. આ નામોની જાહેરાત થયા બાદ યુરોપિયન યુનિયન અને ટ્રુડોની મુશ્કેલી વધી શકે છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સાથેPM નરેન્દ્ર મોદીના ગાઢ સંબંધો હોવાથી કેનેડામાં નવા અમેરિકન રાજદૂતનું ભારતને સમર્થન મળી શકે છે.