Skip to main content
Settings Settings for Dark

PM મોદીના ઇટલી પ્રવાસનો બીજો દિવસ

Live TV

X
  • PM મોદીના ઇટલી પ્રવાસનો બીજો દિવસ: જ્યોર્જિયા મેલોની સાથે યોજાશે દ્વિપક્ષીય બેઠક, ઇકોનોમિક કોરિડોર સહિતના મુદ્દાઓ પર મંથન

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પાંચ દેશોના પ્રવાસનો આ અંતિમ તબક્કો છે અને આજે તેમના ઇટલી પ્રવાસનો બીજો અને અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. પીએમ મોદી આજે ઇટલીના ટોચના નેતૃત્વ સાથે હાઈ-પ્રોફાઈલ દ્વિપક્ષીય બેઠકો યોજવાના છે. આ દરમિયાન તેઓ ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને રાષ્ટ્રપતિ સેર્ગીયો મેટારેલા સાથે ખાસ મુલાકાત કરશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવાનો છે.

    પ્રતિનિધિ મંડળ સ્તરની વાર્તાલાપ અને કરારો

    આજે રોમમાં ભારત અને ઇટલી વચ્ચે હાઈ-લેવલ પ્રતિનિધિ મંડળ સ્તરની (Delegation-level) સત્તાવાર વાર્તાલાપ યોજાશે. આ બેઠક બાદ બંને દેશો વચ્ચે સંરક્ષણ, વેપાર અને તકનીકી ક્ષેત્રે સહયોગ વધારવા માટે કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ સમજૂતી કરારો (MoUs) પર હસ્તાક્ષર કરવામાં આવશે. બંને નેતાઓ વર્ષ 2025-2029 માટેના સંયુક્ત વ્યૂહાત્મક એક્શન પ્લાનની પણ સમીક્ષા કરશે.

    આ મુખ્ય મુદ્દાઓ પર કેન્દ્રિત રહેશે બેઠક

    આ દરમિયાન ભારત અને ઇટલી વચ્ચેના સહયોગને વધારવાના મુદ્દાઓ પર ચર્ચા થશે. બેઠકમાં આર્થિક સહયોગ, સ્વચ્છ ઉર્જા, સંરક્ષણ, ગતિશીલતા, દરિયાઈ સુરક્ષા, બંદર સંબંધિત સહયોગ અને આતંકવાદ સામે ધ્યાન કેન્દ્રીત કરાશે. આ સાથે બંને નાતઓ ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર પર પણ ચર્ચા કરશે. આજ રોમ માં ભારત અને ઇટલી વચ્ચે પ્રતિનિધિ મંડળ સ્થળની વાતચીત પણ યોજાશે અને બંને દેશ વચ્ચે કેટલાક મહત્વના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
apply