Skip to main content
Settings Settings for Dark

PM મોદી-અબી અહેમદની દ્વિપક્ષીય બેઠક, વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા પર ભાર

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શનિવારે 18મા બ્રિક્સ શિખર સંમેલનથી અલગ ઇથિયોપિયાના વડાપ્રધાન ડૉ. અબી અહેમદ અલી સાથે દ્વિપક્ષીય બેઠક કરી.

    બંને નેતાઓએ ભારત અને ઇથિયોપિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને દ્વિપક્ષીય સહયોગની નવી તકો શોધવા પર વ્યાપક ચર્ચા કરી. બેઠક દરમિયાન બંને પક્ષોએ આર્થિક સહયોગ, વેપાર, સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારી તથા ક્ષમતા નિર્માણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિની સમીક્ષા કરી. નેતાઓએ પરસ્પર સહયોગને વધુ ગતિ આપવા અને બંને દેશો વચ્ચેની ભાગીદારીને વ્યાપક અને પરિણામલક્ષી બનાવવાના ઉપાયો પર પણ વિચાર-વિમર્શ કર્યો.

    આ બેઠક ડિસેમ્બર 2025માં પ્રધાનમંત્રી મોદીની ઇથિયોપિયા યાત્રા પછી બંને દેશોના સંબંધોને આગળ વધારવાના પ્રયાસોની કડીરૂપે યોજાઈ હતી. તે યાત્રા દરમિયાન ભારત અને ઇથિયોપિયાએ તેમના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો.  PM મોદી અને ડૉ. અબી અહેમદે, પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું. બંને નેતાઓએ બહુપક્ષીય મંચો પર ભારત અને ઇથિયોપિયા વચ્ચે સંકલન તથા પરસ્પર સહયોગને વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી.

    પ્રધાનમંત્રી મોદીએ, 18મા બ્રિક્સ શિખર સંમેલનમાં ઇથિયોપિયાની ભાગીદારીનું સ્વાગત કરતા તેની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, બ્રિક્સમાં ઇથિયોપિયાની ઉપસ્થિતિથી વૈશ્વિક દક્ષિણના સામૂહિક અવાજને મજબૂતી મળી છે. બંને નેતાઓની વાટાઘાટોથી ભારત-ઇથિયોપિયા સંબંધોને આગળ વધારવા માટે ઉચ્ચસ્તરીય રાજકીય સંવાદની નિરંતરતા પણ રેખાંકિત થઈ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-09-2026 Max Temp : °C Min Temp : °C
apply