PM મોદી દક્ષિણ આફ્રિકા રવાના, G20 સમિટમાં હાજરી આપશે
Live TV
-
PM નરેન્દ્ર મોદી આજથી 23 નવેમ્બર સુધી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગના પ્રવાસે રહેશે. તેઓ દક્ષિણ આફ્રિકા દ્વારા આયોજિત G20 નેતાઓની શિખર બેઠકમાં (G20 લીડર્સ સમિટમાં) ભાગ લેશે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિના આમંત્રણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી G20 લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે 21થી 23 નવેમ્બર સુધી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગના પ્રવાસે રહેશે છે.
PM નરેન્દ્ર મોદી આજથી 23 નવેમ્બર સુધી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગના પ્રવાસે રહેશે. તેઓ દક્ષિણ આફ્રિકા દ્વારા આયોજિત G20 નેતાઓની શિખર બેઠકમાં (G20 લીડર્સ સમિટમાં) ભાગ લેશે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિના આમંત્રણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી G20 લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે 21થી 23 નવેમ્બર સુધી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગના પ્રવાસે રહેશે છે. MEA સચિવ (ઈઆર) સુધાકર દલેલાએ કહ્યું, "2023માં ખૂબ જ સફળ પ્રેસિડેન્સી હોસ્ટ કર્યા પછી G20માં ભારતની પ્રાથમિકતાઓને આગળ વધારવા માટે આ સમિટ ભારત માટે જરૂરી છે, કારણ કે G20 આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગની સાથે-સાથે વૈશ્વિક મહત્વના મામલાઓ પર ચર્ચા કરવા માટે એક મુખ્ય મંચ તરીકે ઉભરી આવ્યું છે."
G20 મોટી અને ઉભરતી અર્થવ્યવસ્થાઓના નેતાઓને એક શાનદાર તક આપે છે, જેઓ વૈશ્વિક GDPના 85 ટકાથી વધારે અને વિશ્વની લગભગ ત્રણ-ચતુર્થાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. તમામ લોકોએ એકસાથે આવીને દુનિયા પર અસર કરનારા જરૂરી મુદ્દાઓ પર ચર્ચા કરવાનો આ સારો સમય છે. સુધાકર દલેલાએ કહ્યું, "દક્ષિણ આફ્રિકાએ પોતાના માટે ચાર મુખ્ય પ્રાથમિકતા ક્ષેત્રોની ઓળખ કરી છે. આ વર્ષની G20 પ્રેસિડેન્સીની મુખ્ય પ્રાથમિકતાની વાત કરીએ તો આપત્તિનો સામનો કરવાની ક્ષમતા અને પ્રતિભાવને મજબૂત કરવો. ઓછી આવક ધરાવતા દેશો માટે દેવાની સ્થિરતા સુનિશ્ચિત કરવી. યોગ્ય એનર્જી ટ્રાન્ઝિશન માટે ફાઇનાન્સ એકઠું કરવું. અને સર્વસમાવેશક વિકાસ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે જરૂરી મિનરલ્સનો ઉપયોગ કરવો."
તેમણે કહ્યું કે, "તમારામાંથી કેટલાકને યાદ હશે, ભારતીય G20 પ્રેસિડેન્સીએ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રુપ બનાવ્યું હતું, જે દર્શાવે છે કે ભારત આ બાબતને કેટલું મહત્વ આપે છે. દક્ષિણ આફ્રિકાની પ્રેસિડેન્સીએ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન અને રેઝિલિયન્સ સાથે જોડાયેલા જરૂરી કામને પોતાની પ્રેસિડેન્સીની મુખ્ય પ્રાથમિકતાઓમાંના એક તરીકે આગળ વધાર્યું છે. તેવી જ રીતે, ફૂડ સિક્યોરિટી પર ટાસ્ક ફોર્સ દ્વારા દક્ષિણ આફ્રિકાની પ્રેસિડેન્સીએ આ જરૂરી પડકાર પર પણ વાતચીત ચાલુ રાખી છે." MEA સચિવ (ઈઆર) સુધાકર દલેલાએ કહ્યું, "જોહાનિસબર્ગ સમિટમાં G20ના ચાર ઉભરતા બજારો અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓ, એટલે કે ઇન્ડોનેશિયા, ભારત, બ્રાઝિલ અને નિઃશંકપણે, દક્ષિણ આફ્રિકાની G20 પ્રેસિડેન્સીનું સફળ આયોજન પણ પૂર્ણ થશે. આનાથી આપણે બધા સાથે મળીને 'ગ્લોબલ સાઉથ' પર અસર કરનારા મામલાઓ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શક્યા છીએ."
દક્ષિણ આફ્રિકામાં આગામી G20 સમિટ સાથે, વૈશ્વિક ધ્યાન ભારતના રાજદ્વારી માર્ગ પર કેન્દ્રિત છે. ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સે ગ્લોબલ સાઉથ પરનો કાબુ ગુમાવી દીધો છે. ભારતની ગ્લોબલ સાઉથ ડિપ્લોમસીએ ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ બંનેને ચિંતામાં મૂક્યા છે. ભારતીય વિદેશ સચિવે જણાવ્યું હતું કે, જે મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે, તે આજે સમગ્ર વિશ્વને અસર કરે છે. તેમનો ઉકેલ ફક્ત આંતરરાષ્ટ્રીય સંકલન અને સહયોગ દ્વારા જ શક્ય છે. G20 એક એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે, જ્યાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના નેતાઓ એકસાથે આવી શકે છે, અને નક્કર નિર્ણયો લઈ શકે છે. અંતે, ડેલેલાએ કહ્યું કે, વડા પ્રધાનની આ મુલાકાત માત્ર G-20 એજન્ડાને આગળ વધારવાની સાથે ભારત અને આફ્રિકા વચ્ચેની ઐતિહાસિક મિત્રતાને પણ વધુ મજબૂત બનાવશે.
