SCOમાં પીએમ મોદીનું સંબોધન, કહ્યું, સુરક્ષા આપણી સૌની પ્રાથમિકતા
Live TV
-
ચીનના શહેર ચિંગદાઓ ખાતે આજે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની 18મી બેઠક યોજાઈ,જેમાં પ્રધાનમંત્રી મોદીએ સંમેલનના પ્લેનરી સત્રમાં સંબોધન દરમ્યાન જણાવ્યું હતું, કે સુરક્ષા આપણી સૌની પ્રાથમિકતા છે.
શિખર સંમેલનની શરૂઆતમાં ચીની પ્રમુખ જિન પિંગે, ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આતંકવાદનો કેવો પ્રભાવ હોઈ શકે તેનું દુર્ભાગ્યપૂર્ણ ઉદાહરણ અફઘાનિસ્તાન હોવાનું કહી પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું, કે અફઘાનિસ્તાનના પ્રમુખ ઘનીએ લીધેલા સાહસિક પગલાને સૌ આદર આપશે તેવી આશા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું, કે એસસીઓ ક્ષેત્રમાં પાડોશી દેશો વચ્ચે કનેક્ટિવીટી વધારવા પર ભારત ભાર મુકે છે. બેઠક બાદ એસસીઓના સભ્ય દેશોએ ચિંગદાઓ ઘોષણા પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. ચીની પ્રમુખ જિનપિંગે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે, એસસીઓની આ બેઠક ઐતિહાસિક દૃષ્ટિએ ઘણી મહત્વની છે. આઠ દેશના જૂથ - એસસીઓમાં પૂર્ણ સભ્ય તરીકે ભારત પહેલીવાર સંમેલનમાં ભાગ લઈ રહ્યું છે. આ અગાઉ પ્રધાનમંત્રી મોદી અને ચીની પ્રમુખ જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ચીની પ્રમુખ જિનપિંગે, આગામી વર્ષે અનૌપચારિક બેઠક માટે ભારત આવવાના પ્રધાનમંત્રી મોદીના આમંત્રણને સ્વીકાર્યું હતું.