Syria માં યુદ્ધના કારણે ભારતીય વિદેશ મંત્રાલયે ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી
Live TV
-
ઈસ્લામિક બળવાખોરોએ Syria માં નિયંત્રણ મેળવ્યું છે
Syria માં આંતરિક યુદ્ધના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ભારત સરકાર બગડતી પરિસ્થિતિથી ચિંતિત છે. ત્યારે ભારતીય વિદેશ મંત્રાલયે મોડી રાત્રે નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલય દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. તેમજ Syria માટે મુસાફરી ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કર્યું, Syria ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને આ સંદર્ભમાં વધુ માહિતી આપવામાં ન આવે ત્યાં સુધી Syria ન જવાની સલાહ આપવામાં આવે છે.
ઈસ્લામિક બળવાખોરોએ Syria માં નિયંત્રણ મેળવ્યું છે
Syria માં રહેતા ભારતીય નાગરિકોને ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે. ઈમરજન્સી હેલ્પલાઈન નંબર અને વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે. તેમજ જેઓ હાલમાં Syria માં છે તેઓએ શક્ય તેટલી વહેલી તકે, ત્યાંથી પાછા ફરવાનો પ્રયાસ કરવો જોઈએ. ઈસ્લામિક બળવાખોરોએ Syria માં નિયંત્રણ મેળવ્યું છે.
રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ પર મહાભિયોગ થવાની સંભાવના
જ્યારે દક્ષિણ કોરિયામાં ઝડપથી બદલાતી રાજકીય ઘટનાક્રમ વિશે પૂછવામાં આવ્યું ત્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ભારત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. દક્ષિણ કોરિયાની શાસક પીપલ્સ પાવર પાર્ટી (PPP) ના પ્રમુખે શુક્રવારે ‘માર્શલ લો’ લાદવા માટે રાષ્ટ્રપતિ યુન સુક યેઓલની બંધારણીય સત્તાઓને સસ્પેન્ડ કરવાનું સમર્થન કર્યું હતું. જેનાથી યુન પર મહાભિયોગ થવાની સંભાવના વધી હતી.
