Skip to main content
Settings Settings for Dark

In last 24 hours recovery rate in state 98.76% | News Focus | 16-08-2021

Live TV

X
Gujarati

1.. તાલિબાને અફઘાનિસ્તાન પર કર્યો કબજો.. કાબુલ એરપોર્ટ પર જોવા મળી લોકોમાં દેશ છોડવા માટેની અફરાતફરી.. વિમાન પર લટક્યા લોકો.. વિમાન ચાલતા નીચે પછડાયા.. એરપોર્ટ પર અમેરિકાના સૈનિકો દ્વારા કરાયેલ ગોળીબારમાં 5 લોકોનાં મોત.. તાલિબાને કહ્યું, લોકોના જીવનને શ્રેષ્ઠ બનાવવાનો સમય..

2.. અફઘાનિસ્તાનની સ્થિતિ પર ભારતની ચાંપતી નજર.. વિદેશ મંત્રાલયે કહ્યું, અફઘાનિસ્તામાં ફસાયેલ ભારતીયોનાં સંપર્કમાં છે ભારત.. અફઘાન શીખ અને હિંદુ સમયુદાયના લોકોને વતન વાપસીની સુવિધા કરાવશે ઉપલબ્ધ.. ભારતીય નાગરિકોની સુરક્ષા અને અફઘાનિસ્તાનમાં પોતાના હિતોની સુરક્ષા માટે તમામ પગલાં લેશે સરકાર..

3... અફઘાનિસ્તાન સંકટ પર ભારતની અધ્યક્ષતામાં યોજાઈ સંયુક્ત રાષ્ટ્રની બેઠક.. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે કહ્યું, અફઘાનિસ્તાનને નથી બનવા દેવાનું તાલિબાનીઓનો શરણાર્થી.. અફઘાનના લોકોનો સાથ ન છોડવો જોઈએ.. દુનિયાના તમામ દેશોએ પણ વ્યક્ત કરી સ્થિતિ પર ચિંતા.. પોતાના નાગરિકો અને રાજનાયિકોને પરત બોલાવી રહ્યાં છે તમામ દેશ..

4... ભારતીય જનતા પાર્ટીની જન આશીર્વાદ યાત્રાની શરૂઆત.. નવનિયુક્ત કેન્દ્રીય મંત્રીઓએ દેશના અલગ અલગ વિસ્તારોમાંથી કરી યાત્રાની શરૂઆત.. હરિયાણાના ગુરુગ્રામમાં ભુપેન્દ્ર યાદવ, દિલ્હીથી હરદીપ સિંહ પુરી અને ગુજરાતના કરમસદથી દર્શનાબેન જરદોશે કરાવ્યો યાત્રાનો શુભારંભ...

5... ભારતરત્નથી સન્માનિત ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીજીની ત્રીજી પૂણ્યતિથિ પર દેશે આપી ભાવભીની શ્રદ્ધાંજલિ... રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી, અને સંરક્ષણ મંત્રીએ તેમના સમાધિ સ્થળ સદૈવ અટલ પર અર્પી શ્રદ્ધાંજલિ... પ્રધાનમંત્રીએ કહ્યું, અટલજી ભારતીયોનાં મન- મસ્તિષ્કમાં વસે છે..

6... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિકસમાં દેશને ગૌરવ અપાવનાર ખેલાડીઓ સાથે કરી મુલાકાત... વિજેતા ખેલાડીઓને પ્રધાનંત્રીએ કર્યા સન્માનિત.. ખેલાડીઓએ પ્રધાનમંત્રી સાથે પોતાના અનુભવો કર્યા શેયર..

7... કેરળમાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે જાહેર કર્યું 237 કરોડ રૂપિયાનું કોવિડ પેકેજ.. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કેરળમાં કોરોનાની સ્થિતિની કરી સમીક્ષા... દેશમાં 55 કરોડથી વધારે લોકોનું થયું રસીકરણ..

8...  કોરોના રસીકરણમાં ગુજરાત દેશમાં મોખરે... સોળમી ઓગસ્ટ સુધીમાં ૪ કરોડથી વધુ વેકસીનના અપાયા ડોઝ... તો આજે રાજ્યમાં સાડા ચાર લાખથી વધુ લોકોનું થયું વેક્સિનેશન.. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયા 14 કેસ..  13 દર્દીઓ થયા સ્વસ્થ.. અમદાવાદમાં 6 અને વડોદરામાં નોંધાયા 3 કેસ...

9.. દૂરદર્શન પર પ્રસારિત થનાર કાર્યક્રમ રગ રગ મેં ગંગાના બીજા સંસ્કરણનું સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર, જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને રાજ્ય મંત્રી પ્રહલાદ પટેલે કર્યો શુભારંભ.. કહ્યું, છ વર્ષોમાં ગંગાની તસવીર બદલાવનો ભાગીરથ પ્રયાસ..
  
10... ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને આપ્યો 272 રનનો ટાર્ગેટ.. ટી બ્રેક સુધીમાં ઈંગ્લેન્ડના 4 વિકેટ પર 67 રન...
 

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply