Skip to main content
Settings Settings for Dark

Launch of PSLVC49 carrying E0S01 and 9 international customer satellites| Mid Day News| 07-11-2020

Live TV

X
Gujarati

1. બિહારમાં ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન ચાલુ, ત્રીજા તબક્કામાં 11 વાગ્યા સુધી 19.74 ટકા મતદાન. 2 કરોડ 35 લાખથી વધુ મતદારો 1204 ઉમેદવારોનું ભાવિ કરશે નક્કી. મંગળવારે થશે મતગણતરી. વાલ્મિકી નગર લોકસભા બેઠક માટે પણ થઈ રહી છે પેટાચૂંટણી. મણિપુરની 4 બેઠક માટે આજે પેટાચૂંટણી

2.પ્રધાાનમંત્રી નરેન્દ્ર મોદીએ IIT દિલ્હીના 51મા દીક્ષાંત સમારોહમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યુ સંબોધન. ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રીએપાઠવી શુભેચ્છા. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે, ભારત તેના યુવાનોને વેપાર કરવામાં સરળતા આપવા માટે પ્રતિબદ્ધ છે જેથી આ યુવાનો તેમની નવીનતા સાથે કરોડો નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવી શકે.

3. વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ રાકેશ કુમાર સિંઘ ભદૌરિયાએ કહ્યું, આપણાં સશક્ત દળોએ હાઈબ્રિડ ખતરા માટે રહેવું પડશે તૈયાર. વાયુ સેનાના પ્રમુખે NDAના પાસિંગ આઉટ પરેડને કર્યુ સંબોધન.

4. નવનિયુક્ત યશવર્ધન કુમાર સિન્હાએ મુખ્ય માહિતી કમિશનર પદના અને ગોપનિયતાના લીધા શપથ. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અપાવ્યા શપથ.

5. ઓઆરઓપીના અમલના ઐતિહાસિક નિર્ણયના પાંચ વર્ષ પૂર્ણ. 7 નવેમ્બર 2015ની તારીખ પૂર્વ સૈનિકો માટે બની ઐતિહાસિક. સંરક્ષણ દળની 45 વર્ષ જૂની વન રેંક વન પેન્શનની માગ પૂર્ણ થતાં સંરક્ષણ દળના 20 લાખથી વધુ પેન્શનર્સને થઈ રૂ. 42740 કરોડની ચૂકવણી

6. ઈસરો આજે પીએસએલવી-સી 49નું કરશે પ્રક્ષેપણ.અંતરિક્ષમાં અન્ય 9 ગ્રાહક ઉપગ્રહોને પીએસએલવી-સી 49 દ્વારા મોકલવામાં આવશે.

7-અમેરિકાના રાષ્ટપતિ ચૂંટણીમાં જો બાયડન જીતની વધુ નજીક-જ્યોર્જિયા અને પેન્સિલવેનિયામાં બાયડન ટ્રમ્પથી આગળ- રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઈડને સંબોધન કર્યુ અને કહ્યું કે, અમે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા જઈ રહ્યાં છે, અમેરિકાની જનતાએ બદલાવની સંખ્યામાં રેકોર્ડબ્રેક મતદાન કર્યું.

8-.દેશમાં પણ કોરોનાની સ્થિતિ સુધારા પર-રાષ્ટ્રીય સ્તરે કોરોનાનો રિકવરી રેટ સુધરીને થયો 92.41 ટકા, મૃત્યુદર થયો 1.48 ટકા-બીજી તરફ દિલ્હીમાં કોરોનાના નવા સાત હજાર જેટલા કેસ નોંધાતા તંત્ર હરકતમાં.

9-ગુજરાતમાં ઘટી રહ્યુ છે કોરોનાનું સંક્રમણ - શુક્રવારે 1 હજાર 35 નવા કેસ સામે 1 હજાર 321 દર્દી થયા સ્વસ્થ-સુરતમાં 210, અમદાવાદમાં 175, વડોદરામાં 114, રાજકોટમાં 109 કેસ નોંધાયા-ગત 24 કલાકમાં 4 દર્દીના થયા મૃત્યુ-રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલનો કોરોના રિપોર્ટ પોઝીટીવ
 

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-12-2024 Max Temp : °C Min Temp : °C
apply