Skip to main content
Settings Settings for Dark

Loktantra Ke Swar | Samachar @ 11 AM | Date: 06-09-2019

Live TV

X
Gujarati

1.સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ-અત્યાર સુધી રાજ્યમાં છેલ્લા 6 વર્ષનો સૌથી વધારે 103.2 ટકા વરસાદ નોંધાયો-ચોથી વખત રાજ્યમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો-સારા વરસાદના પગલે રાજ્યના અનેક જળાશયોમાં જળસ્તર વધ્યા-ખેડૂતોમાં છવાયો આનંદ.

2.રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટી પહોંચી 135.75 મીટરે - નર્મદા નદી ભયજનક સપાટીએ-તો મહિસાગરના કડાણા ડેમનું જળસ્તર 416.11 ફુટે પહોંચ્યું-કડાણા ડેમમાં પાણીની આવક વધતા 60 મેગાવોટના 4 પાવર હાઉસ થયા કાર્યરત-જ્યારે ઉકાઈ ડેમમાં ચાલુ વર્ષે 85 ટકા પાણીનો લાઈવ સ્ટોરેજ ઉપલબ્ધ.ગિરસોમનાથના શીંગોડી ડેમમાં પાણીનો વિપુલ જથ્થો.

3.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોકળા મને કાર્યક્રમની કરી શરૂઆત- શિક્ષકોની વિવિધ સમસ્યાઓ તેમજ તેમની કામગીરીને લઇને કરી વિસ્તૃત ચર્ચા-કહ્યુ, રાજ્યમાં એક્રીડીટેશન શરુ કરી 300 એક્રેડિટ શિક્ષકોની કરાઈ ભરતી.

4.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસની સફળ યાત્રા બાદ સ્વદેશ પરત ફર્યા-પોતાના પ્રવાસને રચનાત્મક બતાવતા પ્રધાનમંત્રીએ કહ્યું, આ યાત્રાથી રશિયા અને ભારત વચ્ચે વધશે ઘનિષ્ઠતા.

5.ઈસ્ટર્ન ઈકોનોમિક્સ ફોરમના મંચ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી મોટી જાહેરાત-રશિયાના સુદુર પૂર્વ ક્ષેત્રના વિકાસ માટે ભારત આપશે એક અરબ ડૉલરની લોન-એક્ટ ફોર ઈસ્ટની નીતિની શરૂઆત-કહ્યું, સુદુર પૂર્વ ક્ષેત્રનો વિકાસ ભારત-રશિયાના સંબંધોનો બનશે આધાર સ્થંભ.

6.રશિયન રાષ્ટ્રપતિ પૂતિને કહ્યુ, ભારત વગર પ્રભાવી નથી આંતરરાષ્ટ્રીય સંગઠન-G8 સમૂહની ફરીથી શરૂઆત માટે સભ્ય દેશોએ રશિયામાં સંમેલન આયોજિત કરવા માટે કર્યા આમંત્રિત.

7.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્વચ્છતા મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે થશે સામેલ-સ્વચ્છ ભારત મિશન યાત્રામાં અસાધારણ યોગદાન બદલ પુરસ્કાર કરશે એનાયત.

8.INX મીડિયા મામલે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને ડબલ ઝટકો-ઈડી તરફથી દાખલ કરાયેલા કેસમાં ચિદમ્બરમની આગોતરા જામીન અરજી રદ, જ્યારે CBI તરફથી દાખલ કરાયેલા કેસમાં કોર્ટે 14 દિવસ માટે મોકલ્યા જેલ.

9.માનવ સંસાધન વિકાસ મંત્રાલયે 7 સાર્વજનિક અને 7 ખાનગી વિશ્વવિદ્યાલયોને ઉત્કૃષ્ઠ સંસ્થાન કર્યા જાહેર-IIT મદ્રાસ અને BHU સાર્વજનિક વિશ્વવિદ્યાલયના લીસ્ટમાં ટોપ પર-જ્યારે ખાનગી ક્ષેત્રમાં અમૃતા વિશ્વવિદ્યાપીઠમ અને વૈલ્લોમ ઈન્સ્ટીટ્યૂટ પણ બેસ્ટ વિશ્વવિદ્યાલય.

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
apply