Submitted by gujaratdesk on
1. ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના કેસમાં હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને બે-બે વર્ષની જેલ અને 50-50 હજારનો દંડ ફટકારતી વિસનગર કોર્ટ - જામીન માટે કરાશે અરજી
2. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં બે આતંકીઓનાં મોત - સમગ્ર લાલ ચોક વિસ્તારને કોર્ડન કરાયો - ઇન્ટરનેટ અને રેલ સેવાને અસર
3. યુગાન્ડા યાત્રાના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું યુગાન્ડાની સંસદને સંબોધન - બંને દેશોએ ચાર સમજૂતિ કરાર પર કર્યાં હસ્તાક્ષર, ભારતે.યુગાન્ડાને અંદાજિત 20 કરોડ ડોલરની સહાય આપવાની કરી જાહેરાત.
4. સંસદમાં ભષ્ટ્રાચાર નિવારણ શંસોધન બિલ પસાર - લાંચ લેનાર અને આપનાર બંને વિરૂદ્ધ થશે સખ્ત કાર્યવાહી- કેન્દ્રિય મંત્રી જિતન્દ્રસિંહે જણાવ્યું કેન્દ્ર સરકારે ભષ્ટ્રાચાર સામે લડવા ઉઠાવ્યા છે અનેક કદમ
5. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીનો પ્રારંભ- ચૂંટણી પહેલા પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને તેમના પરિવારના લોકોની ઘરપકડ - બલૂચ લોકોની ચૂંટણી બહિષ્કારની અપીલ વચ્ચે યોજાઇ રહી છે ચૂંટણી
6. કેન્દ્રીય નાણાંપંચ આજે રાજકોટની મુલાકાતે - શહેરને પાણી પૂરું પાડતા આજી-1 ડેમ અને સૌની યોજના પ્રકલ્પની લેશે મુલાકાત - સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત આઇસીસી સેન્ટરની મેળવશે વિગતો.
7.માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા પદ્ધતિમાં શૈક્ષણિક વર્ષ 2018-19થી થશે ફેરફાર. સર્વગ્રાહી મૂલ્યાંકનના બદલે આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ અને વાર્ષિક પરીક્ષાના 80 ગુણ રહેશે. વિદ્યાર્થીઓના લેખન કૌશલ્યનો થશે વિકાસ.
8. પાટણના સાંતલપુર તાલુકામાં મોદી સરકારની નીતિઓના કારણે ખેડૂતોના જીવનમાં આવ્યું પરિવર્તન.સૂકા ભઠ્ઠ રણ વિસ્તારમાં નર્મદાનાં નીર અને ટૅક્નૉલૉજીના કારણે સોલાર પેનલની મદદથી બાગાયતી ખેતી કરતા ખેડૂતોની આવક થઈ ત્રણ ગણી