Submitted by gujaratdesk on
1. જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓ સાથે અથડામણની ત્રણ ઘટના - 8 આતંકવાદી ઠાર, એક જીવતો ઝડપાયો - શોપિયાંના કાચદૂરા વિસ્તારમાં અથડામણ હજી ચાલુ - અથડામણની બે ઘટનાનો અંત
2. દેશભરના 28 કેન્દ્રો પર યોજાયેલી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનની ગ્રાન્ડ ફાઇનલ જયપુરમાં કેન્દ્રિય પ્રસારણ અને માહિતી રાજ્યમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોરની ઉપસ્થિતિમાં સંપન્ન - આઠ હજાર વિદ્યાર્થીઓએ ભાગ લઈને દર્શાવ્યું ટેકનોલોજી કૌશલ્ય
3. આજથી દેશભરમાં, બે રાજ્યો વચ્ચે રૂપિયા 50 હજારથી વધુ કિંમતના માલ સામાનની હેરફેર માટે, ઇ-વે બિલ વ્યવસ્થા બની અમલી - વ્યવસ્થા હેઠળ માલની હેરફેર માટે મહત્તમ 15 દિવસનો અપાશે સમય
4. નશાખોરી માટે ઉપયોગમાં લેવાના 600 જેટલા ઇન્જેક્શન સાથે વડોદરા એસઓજી પોલીસે માંજલપુર વિસ્તારમાંથી બે લોકોની કરી ધરપકડ - ઉત્તરપ્રદેશથી ઇન્જેક્શન લવાયા હોવાની શક્યતા
5. રાજ્ય સરકાર દ્વારા તાકીદે હાથ ધરાયેલી કામગીરીથી હળવદ પંથકના 79 ગામ પરથી પીવાના પાણીનું સંભવિત જળસંકટ ટળ્યું - માત્ર 22 દિવસમાં 6000 મીટરની પાઇપલાઇન બીછાવી વૈકલ્પિક વ્યવસ્થાનું કર્યું સુંદર આયોજન
6. કચ્છના નાના રણમાં રણ સરોવર વિકસાવવાની મોરબીના ઉદ્યોગપતિની પરિકલ્પના - સૂરજબારીના પુલને બ્લોક કરી દરિયાનું ખારૂ પાણી આવતુ અટકાવવાનું સૂચન - 110 જેટલી નાની મોટી નદીઓના પાણીના સંગ્રહથી રણ સરોવરનો પ્રસ્તાવ - પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા ચાલી રહ્યો છે અભ્યાસ
7. દેશ વિદેશમાં આજે પ્રભુ ઇસુના પુનર્જન્મ પર્વ ઇસ્ટરની ખ્રિસ્તી સમુદાય દ્વારા થઈ રહી છે ઉજવણી - વિશ્વભરના દેવળોમાં મીડનાઇટ માસનું આયોજન - રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઇસ્ટર પર્વે દેશવાસીઓને પાઠવી શુભેચ્છા