Skip to main content
Settings Settings for Dark

Mid Day News at 1.00 pm | 01-05-2018

Live TV

X
Gujarati

1. મહાગુજરાતની ચળવળ બાદ અસ્તિત્વમાં આવેલા ખમીરવંતા ગુજરાતનો આજે 58મો સ્થાપના દિવસ-ઈન્દુચાચાની પ્રેરણાથી અને રવિશંકર મહારાજના આશિર્વાદથી ગરવી ગુજરાતનો પાયો નખાયો -દુનિયાના ખુણે ખુણે વસતા ગુજરાતીઓએ રાજ્યની વિકાસ યાત્રા આગળ ધપાવી સાર્થક કર્યું જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.

2. ભરૂચના કોસમડી ગામેથી મહત્વાકાંક્ષી સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી-જનશક્તિથી જળશક્તિ વધારવાના આ અભિયાનમાં વિવિધ ધાર્મિક ઔદ્યોગિક અને સામાજિક સંસ્થાઓ પણ આપશે સહયોગ.

3. જળસંગ્રહ અભિયાન અંતર્ગત અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને અમદાવાદમાં જળસંચયના 8600 કામો ધરાશે હાથ - એક માસ સુધી ચાલનારા આ અભિયાનમાં અંદાજિત 70 કરોડના ખર્ચે 13 હજાર જેટલા તળાવો, ચેકડેમ,જળાશયોને કરાશે ઊંડા.

4. અપૂર્ણ અભ્યાસ કે કૌશલ્યસભર છતાં તકવંચિત રહેલાં યુવાઓ માટે મહત્વાકાંક્ષી ,મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનાનો શુભારંભ કરશે મુખ્યમંત્રી વિજય રૂપાણી- તાલીમ પછી મળશે ડિગ્રી સર્ટીફિકેટ અને સાથે સ્ટાઇપેન્ડની પણ જોગવાઇ-રાજ્યભરના બેરોજગાર ,પણ કૌશલ્યવાન યુવાનોને સરકારી નોકરીનો પણ મળી શકે છે લાભ.

5. વડોદરામાં રૂપિયા 48 કરોડના ખર્ચે તૈયાર થનારી ખોરાક અને ઔષધ પ્રયોગશાળાની નવીન ઈમારતનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યું ભૂમિપૂજન -શહેરની આ પ્રયોગશાળાએ દવા અને ખોરાકના નમુનાઓની વિશ્વસનીય ચકાસણીમાં આપ્યું પ્રસંશનીય યોગદાન.

6.જન સેવા એજ પ્રભુ સેવા, આ સુત્રને ચરિતાર્થ કરી રહી છે સુરતની માનવ સેવા સંઘ નામની સંસ્થા- આર્થિક સંકળામણને કારણે કીડનીના રોગો સામે હારી જતા પરપ્રાંતિય લોકોને નિઃશુલ્ક ડાયલીસીસ કરી ,આ સંસ્થા કરી રહી છે માનવીની સાચી સેવા-

7.માણસોના સાચા મિત્રો એવા પુસ્તકો આજના ડિજિટલ જમાનમાં વિસરાતા જઈ રહ્યા છે, ત્યારે લોકોમાં પુસ્તક પ્રત્યે પ્રેમ વધે તે માટે પ્રેરણાસ્ત્રોત બન્યા માત્ર 9 પાસ કલ્યાણસિંહ પુવાર-સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા કલ્યાણસિંહ જરૂરીયાતમંદોને વિનામૂલ્યે પુસ્તક ભેટ આપી કરી રહ્યા છે લોકોના જીવનનું ઘડતર

8. સ્વચ્છતા પ્રત્યે યુવાનોને જાગૃત કરવાના ઉદ્દેશથી કેન્દ્ર સરકારે સ્વચ્છ ભારત સમર ઈન્ટરશિપની કરી શરૂઆત-ભાગ લેનાર લોકોને પ્રમાણપત્ર અને UGCના રિવોર્ડ પોઈન્ટ.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply