Skip to main content
Settings Settings for Dark

Mid Day News at 1.00 pm | 02-04-2018

Live TV

X
Gujarati

1. સુપ્રીમ કોર્ટ દ્વારા એટ્રોસિટી એક્ટમાં સુધારા મુદ્દે દલિત સંગઠનોના બંધને મિશ્ર પ્રતિસાદ - કેન્દ્ર સરકાર દ્વારા પુનર્વિચાર માટે રિવ્યૂ પિટિશન દાખલ - કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું સરકાર દલિતોના ઉત્કર્ષ માટે છે કાર્યરત.

2. એટ્રોસિટી એક્ટ મુદ્દે રાજ્યમાં દલિત સંગઠનો દ્વારા દેખાવો - ક્યાંક બજારો બંધ કરાવવાના તો ક્યાંક ચક્કાજામના છુટક બનાવો નોંધાયા - હાઇવે પર ચક્કાજામ અને જાહેર પરિવહન ખોરંભાતા સામાન્ય મુસાફરો મુશ્કેલીમાં મુકાયા.

3. જમ્મુ-કાશ્મીરના શોપિયાન, અનંતનાગ અને કાસદોરામાં થયેલી અથડામણમાં 13 આતંકવાદી ઠાર - ત્રણ જવાન અને ચાર નાગરિકોના મોત - એક આતંકી જબ્બે - મોટા પ્રમાણમાં મળી આવ્યા હથિયારો કબ્જે કરાયા.

4. ઇરાકના મોસૂલમાં ISIS દ્વારા માર્યા ગયેલા 38 ભારતીયોની મૃતદેહ લઈને વિદેશ રાજ્યમંત્રી ઇરાકથી ભારત આવવા રવાના - મૃતદેહોને સૌ પ્રથમ અમૃતસર અને ત્યારબાદ પટણા અને કોલકાતા લઈ જવાશે.

5. રજાઓ બાદ શરૂ થયેલી સંસદની કાર્યવાહીને વિરોધનું ગ્રહણ - એટ્રોસિટી એક્ટ, આંધ્રપ્રદેશ સહિતના મુદ્દે વિપક્ષો દ્વારા વિરોધ યથાવત્ - સંસદની કાર્યવાહી આજના દિવસ માટે સ્થગિત.

6. નશાખોરી માટે ઉપયોગમાં લેવાતા 600 જેટલા ઇન્જેક્શન તથા માદક પાવડર સાથે વડોદરા SOG પોલીસે બે યુવાનોની કરી ધરપકડ - વધુ તપાસાર્થે હાલ પોલીસના રિમાન્ડ પર - મયુર ગાયકવાડ અને સચિન પરમારે આ ડ્રગ મુંબઇ અને આગ્રાથી ખરીદી હોવાનું કબૂલ્યું.

7. ઉના તાલુકાના ખેતીમાં વૈદિક અને આધુનિક ખેતીનો અનોખો સમન્વય - ઓર્ગેનિક પદ્ધતિથી માત્ર ચાર વીઘા જમીનમાં ઉગાડે છે શાકભાજી અને ફળોના વૈવિધ્યસભર પાક.

8. આજે વર્લ્ડ ઓટિઝમ દિવસ - ઓટિઝમ પીડિતોના માનવીય ગૌરવ અને અધિકારોના રક્ષણ માટે યુનાઇટેડ નેશન્સ દ્વારા કરવામાં આવે છે ઉજવણી.

9. નોકરી અર્થે અમેરિકા જવા ઇચ્છતા નાગરિકો માટે આજથી H1-B વિઝા પ્રક્રિયાનો પ્રારંભ - વિઝા માટેના નિયમો વધુ કડક બનાવતું અમેરિકા.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply