Submitted by gujaratdesk on
1.ગુજરાતને મળી વધુ એક મેડિકલ કોલેજની ભેટ - બનાસકાંઠાના પાલનપુરમાં 150 બેઠકવાળી કોલેજ માટે MCIએ આપી મંજૂરી - તો સુરત કોલેજમાં 100 અને જામનગર મેડિકલ કોલેજમાં 50 બેઠકનો કરાયો વધારો - નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપી માહિતી.
2.ગુજરાત સરકારે શરૂ કરેલા જળસંચય અભિયાનની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહે કરી પ્રશંસા - પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને જળસંગ્રહ ક્ષમતા વધારવા માટે જનભાગીદારીના આ અભિયાનને ગુજરાતના સ્થાપના દિવસની સાચી ઉજવણી ગણાવ્યું- તો અમિત શાહે અભિયાન માટે મુખ્યમંત્રીને આપ્યા અભિનંદન
3.મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઉજવણી માટે રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સમિતિની બેઠક - મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા દિલ્લી - બેઠકમાં કાર્યક્રમના આયોજનની તારીખ કરાશે નક્કી - કેન્દ્ર સરકારે ઉજવણી માટે રૂપિયા 150 કરોડની કરી છે ફાળવણી
4.દ્વારકાના એક કલાકારે માત્ર 3 મિનિટમાં નૃત્ય સાથે પેઈન્ટિગ્સ બનાવી નોંધાવ્યો વ્રજ વર્લ્ડ રેકોર્ડ- હિતેન ઠાકરે નૃત્ય કરી મહાત્મા ગાંધીના ચશ્મા અને રેંટિયાનું પેઈન્ટિગ્સ કર્યુંતૈયાર - સર્ટિફેકટ અને મેડલ આપી કરાયું સન્માન
5. GST લાગુ થવાથી દેશને થયો મોટો આર્થિક લાભ - એપ્રિલ 2018માં GSTને કારણે દેશને રૂપિયા 1 લાખ 3 હજાર 458 કરોડની આવક - નાણામંત્રાલયે આપી મહત્વપૂર્ણ માહિતી - તો GSTની વિક્રમજનક આવક બદલ નાણામંત્રી અરુણ જેટલીએ કરદાતાઓને આપ્યા અભિનંદન.
6.અપૂર્ણ અભ્યાસ કે કુશળ હોવા છતાં તકવંચિત રહેલાં યુવાઓ માટે મહત્વાકાંક્ષી મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો શુભારંભ- તાલીમ પછી મળશે ડિગ્રી સર્ટીફિકેટ અને સાથે સ્ટાઈપેન્ડની પણ જોગવાઈ.