Submitted by gujaratdesk on
1. દેશભરમાં ,ધોરણ 10ની પરીક્ષા ,ફરી નહીં લેવાય - CBSE બોર્ડેનો નિર્ણય - હરિયાણા અને દિલ્લીના વિદ્યાર્થીઓ માટે ,રાહતના સમાચાર
2. દલિતોના અધિકારોનું રક્ષણ કરવા માટે, કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવતા ,કેન્દ્રીય કાયદા મંત્રી ,રવિશંકર પ્રસાદ
3.SC ST અધિનિયમ પર ,કેન્દ્ર સરકારે સુપ્રીમમાં દાખલ કરેલી પુનઃવિચાર અરજી પર આજે બપોરે 2 કલાકે સુનાવણી- રાજકીય પક્ષોને ,રાજનીતિથી પર રહી ,સાથે મળી ,આ મુદ્દે ,એક થવા ,કાયદા મંત્રીનો અનુરોધ
4.આતંકી હાફિઝ સઈદના ,રાજકીય પક્ષ મિલ્લી મુસ્લિમ લીગને અમેરિકાએ આતંકી સંગઠન કર્યુંજાહેર , હાફિઝના અન્ય સહયોગીઓને પણ વિદેશી આતંકીઓની શ્રેણીમાં મુકાયા
5. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ , દ્વારા બીજા તબક્કામાં ,પદ્મ એવોર્ડ 2018 ,એનાયત - ગુજરાતના ઝવેરીલાલ મહેતા અને અભિનેતા મનોજ જોશી સહિત ,ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની, બિલિયર્ડ ચેમ્પિયન પંકજ અડવાણીને કરાયા ,સન્માનિત
6. રાજ્યમાં કલેકટર, ડીડીઓ, મ્યુ.કમિશનર કક્ષાના, 67 આઇએએસ અધિકારીઓની બદલી - વિક્રાંત પાંડે ,અમદાવાદના નવા કલેકટર
7.એટ્રોસિટી એક્ટમાં ફેરફારને લઈ પ્રદેશ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રાજ્યપાલ ઓ.પી.કોહલી સાથે કરી મુલાકાત-નવા પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં આપ્યું આવેદનપત્ર
8.બનાસકાંઠા જિલ્લાના શિક્ષક રોહિતભાઈનો ભાર વગરના ભણતર અંગે નવતર પ્રયોગ, /અભિનય સાથે આપી રહ્યા છે શિક્ષણ.