Submitted by gujaratdesk on
1. SC-ST એકટ મુદ્દે સર્વોચ્ચ અદાલતનું કડક અને સ્પષ્ટ વલણ- ચૂકાદા ઉપર સ્ટે મૂકવાનો ઈન્કાર- કહ્યું, સુપ્રીમ કોર્ટ એકટની વિરોધી નથી, પણ એક્ટના દુરૂપયોગ સામે છે ચિંતા - તો કેન્દ્રીય આદીજાતી મંત્રીએ વિપક્ષ આ મામલે રાજનીતિ ન કરે , તેવી આપી સલાહ.
2.ઝારખંડના લાતેહાર જિલ્લામાં માઓવાદીઓ સામે સુરક્ષા દળોનું સફળ ઓપરેશન - 5 માઓવાદીઓને કર્યા ઠાર -માઓવાદીઓ પાસેથી મોટી માત્રમાં હથિયારોનો જથ્થો જપ્ત.
3 વિપક્ષના ભારે ઉહાપોહના પગલે ફરી એકવાર સંસદની કાર્યવાહી ઠપ્પ-લોકસભા સમગ્ર દિવસ માટે , જ્યારે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત.
4. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે યોજાઈ રહી છે કેબિનેટની બેઠક - રાજ્યમાં પીવાના પાણીને લઈ કોઈ સમસ્યા ન સર્જાય , તે માટે ઘડાશે એક્શન પ્લાન - તો વાઈબ્રન્ટ 2019 મહોત્સવ તથા બિન અનાતમ આયોગના પ્રચાર પ્રસારને લઈ કરાશે ચર્ચા
5.છોટાઉદેપુરના એક યુવા IAS અધિકારીની અનોખી પહેલ - સરકારી વાહનો સ્વેચ્છાએ ત્યજીને, પ્રતિદિન ઓફિસ જવા માટે સાઈકલ પર કરે છે અવર જવર.
6.ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે , આજથી કોમનવેલ્થ ગેમ્સ 2018નો થશે પ્રારંભ- ભારતના 225 ખેલાડીઓના દળનું નેતૃત્વ કરશે , બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુ.