Skip to main content
Settings Settings for Dark

Mid Day News at 1.00 PM | 05-02-2018

Live TV

X
Gujarati

1. સંસદના બંને ગૃહો સ્થગિત - લોકસભા પૂર્ણ દિવસ માટે અને રાજ્યસભા બે વાગ્યા સુધી સ્થગિત - પીએનબી કૌભાંડ અને આંધ્રપ્રદેશ રાજ્યને વિશેષ દરજ્જો આપવા ટીડીપીના સાંસદોએ મચાવ્યો હોબાળો

2. સંસદ સત્રના બીજા તબક્કાનો આજથી પ્રારંભ-ભાગેડુ આર્થિક ગુનેગાર બિલ, ટ્રીપલ તલાક બિલ અને OBC કમિશનનને સંવિધાનીક દરજ્જો આપતા બિલને સંસદમાં પાસ કરાવવા સરકારની પ્રાથમિક્તા.

3. મેઘાલયમાં NPPએ ભાજપ અને અન્ય પક્ષો સાથે મળી સરકાર બનાવવાનો કર્યો દાવો-રાજ્યપાલ ગંગાપ્રસાદ સાથે કરી મુલાકાત -રાજ્યપાલે 6 માર્ચે સરકાર રચવા માટે આપ્યું આમંત્રણ -નાગાલેન્ડમાં NDPPએ પણ ભાજપ સાથે મળી સરકાર રચવાનો કર્યો દાવો

4. રાજ્યસભામાં ખાલી થઈ રહેલી 58 બેઠકની ચૂંટણી માટે ચૂંટણી કમિશન દ્વારા આજે પ્રસિદ્ધ થશે જાહેરનામું-16 રાજ્યોની બેઠકો માટે 23 માર્ચે યોજાવાનું છે મતદાન-ગુજરાતની પણ ચાર બેઠકો માટે યોજાશે ચૂંટણી

5. આજથી રાજયના 22 જીલ્લાના 110 ખરીદકેન્દ્રો પર વધારાની એક લાખ મેટ્રીક ટન મગફળી અને તુવેરની ટેકાના ભાવે કરાશે ખરીદી - રાજ્યસરકારનો ખેડૂતલક્ષીનિર્ણય.

6. ઉનાળામાં પાણીની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે રાજ્ય સરકારે 31 જુલાઈ સુધીનું કર્યું આગોતરૂ આયોજન-નર્મદાના પાણીના વિકલ્પે 200 કરોડના ખર્ચે અન્ય 32 કામોને ઝડપી પૂર્ણ કરવા મુખ્યમંત્રીની તાકીદ.

7. ભારતના મનુ ભાકરએ આઈએસએસએફ 10 મીટર શૂટીંગમાં વર્લ્ડ કપમાં મેળવ્યો ગોલ્ડ મેડલ, શૂટર રવિ કુમારે મેળવ્યો કાંસ્ય પદક - ગુજરાતની દીકરી તેજલ ભોયાએ પણ 10 કિલોમીટર મેરેથોનમાં મેળવ્યો કાંસ્ય પદક

8. ફિલ્મ જગતના સૌથી પ્રતિષ્ઠિત નેવુંમાં ઓસ્કાર સમારોહનો પ્રારંભ -શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ ધ શેપ ઓફ વૉટરને -શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ ધ શેપ ઓફ વૉટરના ગૈરી ઓલ્ડમેનને એનાયત

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-12-2024 Max Temp : °C Min Temp : °C
apply