Skip to main content
Settings Settings for Dark

Mid Day News at 1.00 pm | 05-04-2018

Live TV

X
Gujarati

1.ઑસ્ટ્રેલિયાના ગૉલ્ડ કૉસ્ટમાં 21મા કૉમનવેલ્થ રમતોત્સવમાં ભારતીય અભિયાનની શરૂઆત - ભારતને મળ્યો પ્રથમ ગોલ્ડ મેડલ, 48 કિલોગ્રામ વેઈટલિફ્ટિંગમાં મિરાબાઈ ચાનુએ જીત્યો સુવર્ણ પદક, તો 56 કિલોગ્રામ વર્ગમાં ગુરુરાજાને સિલ્વર મેડલ

2.કાળિયાર શિકાર કેસમાં અભિનેતા સલમાન ખાન દોષિત - તો નીલમ, તબ્બુ, સૈફ અલી ખાનને નિર્દોષ જાહેર કરાયા - જોધપુર CJMએ આપ્યો ચુકાદો - સલમાનને એક વર્ષથી લઈને 6 વર્ષ સુધીને થઈ શકે છે જેલ

3.વિપક્ષના હોબાળાને પગલે સતત બાધિત થતી સંસદની કાર્યવાહીને લઈ NDAના સાંસદોએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, મંત્રી અનંતકુમારે જણાવ્યું કે NDAના લોકપ્રતિનિધિઓ નહીં લે 23 દિવસનું વેતન.

4.એક ઉમેદવાર એકથી વધુ બેઠક પર ચૂંટણી ન લડી શકે - સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી કમિશને જાહેરહિતની અરજીનું કર્યું સમર્થન- બે બેઠક પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવાની માગ સાથે ભાજપના પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાયે ખખડાવ્યા છે સુપ્રીમના દ્વાર

5.દિલ્હીમાં મળેલી મોદી મંત્રીમંડળની બેઠક - માનવ અધિકાર સુધારા બિલને અપાઈ મંજૂરી, તો ભારત-UAE વચ્ચે રેલવે અને ટેકનોલોજીના ક્ષેત્ર માટેની સમજૂતીને અપાઈ લીલીઝંડી - બેઠકમાં અન્ય પણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા

6.બાબાસાહેબ આંબેડકરના માર્ગે જ સરકાર ચાલતી હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી - છેવાડાના માનવી માટે કામ કરવું એ અમારી પ્રાથમિક્તા , તો રાજ્યના સામાજિક ન્યાય અધિકારિક્તા મંત્રી ઈશ્વર પરમારે કહ્યું કે એટ્રોસિટી કાયદા અંગે કૉંગ્રેસ ભ્રામક પ્રચાર કરીને દલિતોને છેતરવાનું બંધ કરે.

7. ગાંધીનગરની 2 કોર્પોરેટ ઓફિસમાં CBIના દરોડા - ડાઈમંડ પાવર ઈન્ફાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડના માલિક ના 3 નિવાસસ્થાન પર હાથ ધરાયું સર્ચ ઓપરેશન-રૂપિયા 2654.40 કરોડનું કૌભાંડ સામે આવ્યું

8.ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં યોજાયો ગુજરાતી ફિલ્મ એવોર્ડ વિતરણ સમારંભ, વર્ષ2014-15 માટે બે યાર, પ્રેમજી અને હુતુતુતુને બેસ્ટ ફિલ્મના અવોર્ડ, તો બેસ્ટ એકટર તરીકે પ્રતિક ગાંધી તથા પ્રિયલ ઓબેરોયને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ-બે યાર ફિલ્મને અલગ અલગ કેટગરીમાં કુલ 14 એવોર્ડ

9.કલાપીના લાઠીમાં આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રેષ્ઠ સાહિત્યકાર કવિ તરીકેનો એવોર્ડ કવિ રાજેશ વ્યાસ અને કાંતિ મડિયા કલા એવોર્ડ લોકસાહિત્યકાર વલ્લભભાઈ રીબડીયાને એનાયત કરાયો

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply