Skip to main content
Settings Settings for Dark

Mid Day News at 1.00 PM | 06-06-2018

Live TV

X
Gujarati

1.આજે નવી દિલ્હીમાં કેન્દ્રિય કેબિનેટની બેઠક - શેરડી પકવતા ખેડૂતો માટે આઠ હજાર કરોડ રૂપિયાના પેકેજનો પ્રસ્તાવને મંજૂરીની સંભાવના..

2.જમ્મુ - કાશ્મીરના માછીલ ક્ષેત્રમાં આંતકવાદી હુમલામાં ત્રણ આતંકવાદીઓ ઠાર - સમગ્ર વિસ્તારને સુરક્ષા દળો કર્યો કોર્ડન - અન્ય આતંકવાદીઓની શોધખોળનું અભિયાન ચાલુ.

3. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ નમો એપ દ્વારા , સ્ટાર્ટ અપના લાભાર્થી યુવાનો સાથે કર્યો સીધો સંવાદ

- સ્ટાર્ટ અપ શહેરથી વિસ્તરી હવે ગ્રામીણ કક્ષાએ પહોંચ્યું છે

- સ્ટાર્ટ અપને ગણાવ્યું વિકાસનું એન્જિ

- મોટી કંપનીઓ પણ એક સમયે સ્ટાર્ટ અપ હોવાનું જણાવતાં પ્રધાનમંત્રી.

4. પૂર્વ નાણા મંત્રી ચિદમ્બરમની , ઍરસેલ-મેક્સિસ કેસમાં વધી મુશ્કેલી - ઇડી દ્વારા સતત સાડા આઠ કલાક કરાઈ સઘન પૂછપરછ - વધુ પૂછપરછ માટે 12મી જૂને ફરી બોલાવાશે.

5.રાજ્યના વલસાડ - તાપીમાં વહેલી સવારે વરસાદનું આગમન - ગરમીમાં રાહત - દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલીમાં , 11 જૂનથી ચોમાસાનો થશે વિધિવત પ્રારંભ- 10 જૂનથી સાયક્લોનિક સરક્યુલેશનની અસરની સંભાવના.

6. અમદાવાદ અને વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિક હટાવો ઝુંબેશ અંતર્ગત , પ્લાસ્ટિક પર પ્રતિબંધ - પાણીના પાઉચ, ચા - કોફીના પ્લાસ્ટિક કપ , અને પાન મસાલાના રેપર હટાવાશે.

7.વડનગર પાસે ઉત્ખનન દરમિયાન મળી પાંચમી સદીની ઈમારત - બે મીટર વ્યાસવાળું દિશા સૂચક યંત્ર મળ્યું - માનવ કંકાલો પણ મળી આવ્યા.

8.દિવ્યાંગોને પગભર કરી જીવન ધોરણ સુધારવા કાર્યરત છે , અમદાવાદનું અંધજન મંડળ - સહાયરૂપ સાધન સામગ્રી સાથે કૌશલ્ય શીખવી , તેમને કરે છે પગભર - દિવ્યાંગ મહિલાઓને શીખવે છે બ્યૂટી પાર્લરનો કોર્સ - કોમ્પ્યુટર કોર્સ બન્યો સૌથી લોકપ્રિય - દિવ્યાંગો માટે વિશેષ 7 કોર્સમાં અપાય છે તાલીમ.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply