Skip to main content
Settings Settings for Dark

Mid Day News at 1.00 pm | 07-03-2018

Live TV

X
Gujarati

1. દેશમાં હિંસા અને ત્રિપુરામાં મૂર્તિ ધ્વસ્ત કરાયાની ઘટનાની પ્રધાનમંત્રીએ કરી નિંદા-ગૃહમંત્રાલયે દોષિતો સામે કાર્યવાહી કરવા અને ઘટનાની તપાસ કરવા માટે આપ્યો આદેશ-ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ ઘટનાને ગણાવી કમનસીબ.

2. સંસદના બન્ને ગૃહમાં વિપક્ષનો ભારે હોબાળો - દેશમાં હિંસા અને મૂર્તિઓ તોડવાનો મુદ્દો લોકસભા અને રાજ્યસભામાં ગાજ્યો - રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી કરાઈ સ્થગિત - તો લોકસભાની કાર્યવાહી પણ બપોરે 12 વાગ્યા સુધી કરાઈ હતી સ્થગિત.

3. નાગાલેન્ડમાં 8 માર્ચે નેફ્યુરીઓ લેશે મુખ્યમંત્રીપદના શપથ અને ત્રિપુરામાં 9 માર્ચે વિપ્લવ દેબ બનશે ત્રિપુરાના નવા મુખ્યમંત્રી - મેઘાલયમાં N.P.P.ના કોનરેડ સંગમાએ લીધા મુખ્ય પ્રધાનપદના શપથ.

4. પંજાબ નેશનલ બેંક કૌભાંડ મામલે નીરવ મોદી અને મેહૂલ ચોક્સી સામે તપાસનો ધમધમાટ - ઈડી વિદેશ મંત્રાલયના સહયોગથી 15 દેશમાં લેટર ઓફ રોટેગરી મોકલશે - વિદેશોમાં રહેલી મોદી-ચોક્સીની કંપનીઓની મેળવશે માહિતી.

5. આજે વિધાનસભામાં સામાન્ય બજેટને લઈ થશે ચર્ચા- ખાણ-ખનીજ, માહિતી, પેટ્રો કેમિકલ્સ, ક્લાયમેટ ચેન્જના આયોજન અંગે ચર્ચા - પોલીસ, હાઉસિંગ, બોર્ડર સિક્યુરિટી પર થશે પ્રશ્નોતરી-કોંગ્રેસના ધારાસભ્યો 116 મુજબ તાકીદની નોટિસ પર કરશે ચર્ચા.

6. રાજ્યમાં પુરૂષોની સામે મહિલાઓનું પ્રમાણ ઘટ્યું- ભારત સરકારના સેમ્પલ રજિસ્ટ્રેશનના 2016ના અહેવાલમાં સામે આવી વિગતો- રાજ્યમાં 1 હજાર પુરૂષોની સામે 848 સ્ત્રીનું પ્રમાણ-રાજ્યના આરોગ્ય કમિશનર જયંતિ રવીએ આપી માહિતી - મહિલા દિન નીમિત્તે ઠેર-ઠેર ઉજવણીના કાર્યક્રમો.

7. રાજ્યભરમાં નારીશક્તિનું મહત્વ - રાજકોટના વૃદ્ધ મહિલા સુશીલાબેન શેઠ બન્યા અનેક મહિલાઓના પ્રેરણા મૂર્તિ-પાટણની દીકરી સમૃદ્ધિ શર્માએ વધાર્યું રાજ્યનું ગૌરવ- સેલવાસની 17 વર્ષની દિવ્યાંગ જ્યોતિ પરાગ વરાઠાની એથલીટ તરીકે પસંદગી.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply