Skip to main content
Settings Settings for Dark

Mid Day News at 1.00 PM | 07-06-2018

Live TV

X
Gujarati

1. વડોદરામાં રાજ્ય સરકારની ત્રિ દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ-ગુડ ગવર્નન્સ થીમ પર અધિકારીઓ અલગ અલગ 7 વિષય પર રજૂ કરશે પ્રેઝન્ટેશન-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વીડિયો કોન્ફરન્સથી પાઠવશે સંદેશો-

2. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદ બોરસદ ચોકડી પાસે કાંસની સફાઈના કામનું કર્યું નિરીક્ષણ-લોટિયા તળાવ ખાતે સફાઈ કામ કરી કર્યું શ્રમદાન-શહેર, નગરોમાં કચરો બહાર ફેંકવા સામે દંડાત્મક કાર્યવાહી કરવાની દિશામાં સરકાર વિચારણા કરી રહી હોવાનો પણ મુખ્યમંત્રીએ આપ્યો સંકેત

3. મોરબી નગરપાલિકાની નવી પહેલ-મોરબીના નગરજનો SMS કે મિસ્ડ કૉલથી મેળવી શકશે અલગ અલગ રોપા-પાલિકાની ટીમ ઘરે જઈને વૃક્ષા રોપણ કરી આપશે માર્ગદર્શન - પર્યાવરણ સપ્તાહ દરમિયાન ખાસ જાગૃતિ અભિયાન

4. ડ્રાઈવીંગ લાઈસન્સ વાહકો માટે ખુશીના સમાચાર- 7 મી જૂનથી રાજ્યના કોઈ પણ આરટીઓ પરથી લાયસન્સ કરી શકાશે રિન્યૂ- સારથી ચાર એપ્લિકેશનથી આધુનિક સારથીઓને મળશે સુવિધા.

5. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નમો એપના માધ્યમથી ,પ્રધાનમંત્રી જન ઔષધિય પરિયોજનાના કાર્ડિયાક સ્ટેન્ટ અને ની રિપ્લેસમેન્ટના લાભાર્થીઓ સાથે કર્યો સીધો સંવાદ-પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જન ઔષધિય યોજનાને કારણે દવાઓના ભાવમાં 90 ટકા સુધીનો ઘટાડો થયો છે - ગુજરાતના છોટા ઉદેપુરના લાભાર્થી સાથે કરી વાતચીત

6. જમ્મુ કશ્મીરની વર્તમાન પરિસ્થિતિનું અવલોકન કરવા ગૃહમંત્રી રાજનાથસિંહ પહોંચ્યા શ્રીનગર - બે દિવસના કાર્યક્રમમાં અમરનાથ યાત્રાની તૈયારીઓ તથા રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે અધિકારીઓ સાથે કરશે ચર્ચા વિચારણા.

7. 2014 બાદ પ્રથમ વખત આરબીઆઈ રેપો રેટમાં કરી 0.25 ટકાની વૃદ્ધી-રેપો રેટ 6.25 ટકા જ્યારે રિવર્સ રેપો રેટ 6 ટકાએ પહોંચ્યો-હોમલોન, પર્સનલ લોન, કાર લોન સહિતની તમામ લોન થશે મોંઘી-ક્રુડ ઓઈલના સતત વધી રહેલા ભાવને જોતા મોંઘવારીને નિયંત્રણમાં રાખવા કેન્દ્રીય બેંકનું પગલું.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply