Skip to main content
Settings Settings for Dark

Mid Day News at 1.00 pm | 08-06-2018

Live TV

X
Gujarati

1.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસના ચીન પ્રવાસે- શંઘાઈ સહયોગ સંગઠનના રાષ્ટ્ર પ્રમુખોની, 18મી બેઠકમાં લેશે ભાગ -ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પણ કરશે દ્વીપક્ષિય વાતચીત.

2.ભારતમાં રાષ્ટ્રવાદનો અર્થ વસુધૈવ કુટુમ્બકમ હોવાનું જણાવે છે , પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી - નાગપુરમાં યોજાયેલા RSSના દીક્ષાંત સમારંભમાં ,, સ્વયં સેવકોને દેશ ભક્તિ , અને રાષ્ટ્રવાદના પાઠ ભણાવ્યા- તો સંઘ સ્થાપક હેડગેવારને , ભારત માતાના એક મહાન સપૂત ગણાવ્યા - કહ્યું વિવિધતામાં એકતા , એ જ ભારતની તાકાત.

3.જમ્મુ-કશ્મીર યાત્રાના બીજા દિવસે ગૃહમંત્રી રાજનાથ સિંહ , સરહદી વિસ્તારોની કરશે મુલાકાત - સંઘર્ષ વિરામથી પ્રભાવિત પરિવારો સાથે પણ કરશે સંવાદ - રાજ્યની વર્તમાન સ્થિતિનું અવલોકન કરવા , ગઈકાલથી કશ્મીર પહોંચ્યા છે ગૃહમંત્રી રાજનાથ સિંહ.

4. નમો એપના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ , પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજનાના કાર્ડિયાક સ્ટેન્ટ, અને ની રિપ્લેસમેન્ટના લાભાર્થીઓ સાથે કર્યો સીધો સંવાદ - પ્રધાનમંત્રીએ કહ્યું કે જન ઔષધિ યોજનાને કારણે , દવાઓના ભાવમાં થયો છે 90 ટકા સુધીનો ઘટાડો - ગુજરાતના છોટા ઉદેપુરના લાભાર્થી સાથે પણ કરી વાતચીત.

5.વડોદરામાં ચિંતન શિબિરનો આજે બીજો દિવસ - વહેલી સવારે મુખ્યમંત્રી સહિત અધિકારીઓએ કર્યો યોગાભ્યાસ- કૃષિ, ગ્રામિણ વિકાસ, પબ્લિક હેલ્થ સહિતના અલગ અલગ મુદ્દે થશે ચર્ચા-ગામડાના વિકાસ માટે કેન્દ્રીય ગ્રામ વિકાસ સચિવ , અમરજીત સિંઘ આપશે માર્ગદર્શન- વિવાદ નહીં સંવાદનો અભિગમ અપનાવવા , મુખ્યમંત્રીનો અનુરોધ.

6.ગુજરાતમાં આગામી એક-બે દિવસમાં વિધિવત ચોમાસું બેસવાની , હવામાન વિભાગની આગાહી - દક્ષિણના રાજ્યો બાદ મેઘરાજાએ મુંબઈને પણ ઘમરોળ્યું. ઠેર ઠેર પાણી ભરાયા - આગામી 48 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી - વલસાડ, વાપીમાં વહેલી સવારથી વરસી રહેલા વરસાદથી , વાતાવરણમાં ઠંડક પ્રસરી.

7.- નાના-મોટા દરેક શહેરમાં છેલ્લાં ચાર વર્ષમાં બદલાઇ છે , બસ ડેપોની તસવીર અને તાસીર - આરામ માટેની વ્યવસ્થા, એ.સી. વેઇટીંગ રૂમ્સ, એરપોર્ટ જેવી સુવિધાઓવાળા બસ ડેપો રજૂ કરે છે , એક નવા ભારતની કહાણી - સ્વચ્છ ભારત માટે દાખલારૂપ બસ ડેપોના સુખદ અનુભવોથી , જનતા પણ છે ખુશખુશાલ.

8. પવિત્ર પુરુષોત્તમ માસની આઠમે દ્વારકાના જગત મંદિરમાં ,ગૂંજ્યો નંદ ઘેર આનંદ ભયો , જય કનૈયા લાલ કીનો નાદ - તો સોમનાથમાં નવ નિર્મિત રામ મંદિરે 11 મણ કેસર કેરીના મનોરથ બાદ , કેરીના પ્રસાદનો ભક્તોએ લીધો લ્હાવો.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply