Submitted by gujaratdesk on
1. સુપ્રીમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપતા ઈચ્છા મૃત્યુને આપી કેટલીક શરતોને આધિન મંજૂરી
- સુપ્રીમ કોર્ટે કહ્યું , ગર્વપૂર્ણ જીવનની જેમ આદર સાથે મૃત્યુનો પણ વ્યક્તિને છે અધિકાર.
2.ત્રિપુરામાં આજે બિપ્લવ દેવના વડપણ હેઠળ બની ભાજપની સરકાર
- આ ઐતિહાસિક પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપા પ્રમુખ અમિત શાહ રહ્યા ઉપસ્થિત
- મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ શપથ સમારોહમાં હાજર.
3. રાજ્યના 32 જિલ્લામાં 800 બ્લોકની થશે હરાજી
- ખાણની જમીનની માલિકી રહેશે ખેડૂતોની
- વિધાનસભામાં મંત્રી સૌરભ પટેલની જાહેરાત
4. એશિયાના સૌપ્રથમ કંડલા મુક્ત-વ્યાપાર ક્ષેત્રની સ્થાપનાને પૂરા થયા 53 વર્ષ
- ઉજવણીના ભાગરૂપે ઝોનની કંપનીઓને એનાયત કરાયા નિકાસ એવોર્ડ.
5.સુરતમાંથી પકડાયું પ્રી - એક્ટિવ સીમકાર્ડ વેચવાનું કૌભાંડ
- પાંડેસરા પોલીસની કાર્યવાહીમાં દુકાનદારની ધરપકડ, 10 સીમ કાર્ડ કર્યા જપ્ત
6. દેશનું ગૌરવ વધારી રહી છે મહિલા શક્તિ
- રાજ્યભરમાં મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે બાઈક રેલી સહિતના કાર્યક્રમોનું થયું આયોજન.
7. ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીએ મેચ ફિક્સિંગના આરોપો ફગાવ્યા
- કહ્યું દેશની સાથે ગદ્દારી કરવાની જગ્યાએ મરવાનું કરૂ પસંદ
- પત્ની હરમન જ્હાં સાથે સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા હોવાની આપી સ્પષ્ટતા