Submitted by gujaratdesk on
1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીનની બે દિવસીય યાત્રા પર થયા રવાના.
- શાંઘાઈ સહયોગ સંગઠનના રાષ્ટ્ર પ્રમુખોની પરિષદની 18મી બેઠકમાં લેશે ભાગ
- સાથે ચીનના રાષ્ટ્રપતિ શી જિંનપીંગ સાથે પણ કરશે દ્વિ-પક્ષીય વાતચીત
2.પૂના પોલીસને મળ્યા પ્રધાનમંત્રીની હત્યાના ષડયંત્રના પૂરાવા
- માઓવાદીઓ /રાજીવગાંધીની જેમ રોડ શો દરમ્યાન કરી રહ્યા હતાં હત્યા માટેનું કાવતરૂં
- શંકાસ્પદ માઓવાદી પાસેથી મળ્યો પત્ર - પાંચ વ્યક્તિઓની ધરપકડ
3. કેન્દ્રની NDA સરકારની ચાર વર્ષની સિદ્ધિઓને લઈને ગુજરાત હાઈકોર્ટના જાણીતા એડવોકેટ કે.જે. શેઠનાની મુલાકાત લેતા કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવિયા
4.ગીરમાં ગેરકાયદે સિંહના દર્શન અંગે સિંહના શિકાર સમકક્ષ ભારે ગુનો દાખલ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય
- 275 અધિકારી અને સ્ટાફની 55 ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ
- તાજેતરમાં સિંહોની કનડગતના કિસ્સા સામે લેવાયું પગલું.
5.મોદી સરકારનાં ચાર વર્ષમાં પલટાઇ રેલવેની સુરત - સ્વચ્છતાના પ્રયાસોથી ચમક્યા સ્ટેશનો - તો ડિજીટાઇઝેશનથી બચ્યો સમય - સ્ત્રીઓને મળી સેનેટરી નેપકિન્સની સુવિધા. - તો સૌર ઉર્જાથી ઉર્જાવાન બન્યા સ્ટેશનો
6. સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાટણના પ્રગતિશીલ ખેડૂતે ચંદનની સફળ ખેતી સાથે કૃષિ ક્ષેત્રે હાથ ધરી અનોખી પહેલ
- અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણારૂપ
7. સુરતના પાંડેસરા GIDCમાં ચોવીસ કલાકમાં બે ડાઈંગ મિલમાં લાગી આગ
- 18 મજૂરો દાઝ્યા, ચારની હાલત ગંભીર
- એક આગ પર મેળવાયો કાબૂ, બીજા ઘટનામાં 10 વધુ ફાયર ફાઈટરો દ્વારા ચાલી રહેલી જહેમત