Submitted by gujaratdesk on
1. ભારત યાત્રાએ આવેલા ફ્રાન્સના પ્રધાનમંત્રી ઈમેન્યુઅલ મેક્રોંનું ગાર્ડ ઓફ ઓનર આપીને રાષ્ટ્રપતિ ભવનમાં કરાયું ઔપચારિક સ્વાગત - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ,અને પ્રધાનમંત્રી મેક્રોં નવી દિલ્હી માં કરશે દ્વિપક્ષીય મંત્રણા- ગઈકાલે પ્રધાનમંત્રી મોદીએ વિમાન મથકે ફ્રાન્સના પ્રમુખનું કર્યું હતું ઉષ્મા પૂર્ણ સ્વાગત.
2. પ્રધાનમંત્રી મોદીએ, રાષ્ટ્રીય જન પ્રતિનિધિ સંમેલન નું ,ઉદ્ઘાટન કરતાં "વિકાસ સાથે વિકાસ સંતુલન પર મૂક્યો ભાર" - સંસદ સભ્ય અને વિધાન સભ્યો ,સંમેલન માં કરશે ,વિચારો ,અને અનુભવો નું આદાન પ્રદાન - બે દિવસીય ,સંમેલન ની થીમ છે "વિકાસ સંકલ્પિત અમે".
3. આવતી કાલ થી શરૂ થઈ રહેલા ,આંતરરાષ્ટ્રીય સૌર સંમેલન ના ,પ્રતિનિધિઓ નું ,રાષ્ટ્રપતિ આજે કરશે ,ઔપચારિક સ્વાગત - સંમેલન માં ,47 દેશો ના પ્રતિનિધિ લેશે ભાગ - પ્રધાનમંત્રી મોદી ની પહેલ ને પગલે ,121 દેશો ના, સૌર સંગઠન ની થઈ હતી ,શરૂઆત.
4. રાજ્ય ના ,32 જિલ્લા માં ,800 બ્લોક ની થશે હરાજી - ખાણ ની જમીન ની માલિકી રહેશે ,ખેડૂતો ની - વિધાન સભા માં મંત્રી સૌરભ પટેલે કરી ,જાહેરાત - રાજ્યમાં 750 જગ્યાએ ,ફ્લાય ઓવર ,અને અંડર બ્રીજ બનાવવા કરાઇ ,800 કરોડની ફાળવણી.
5. બેટી બચાવો, બેટી પઢાવો સૂત્રને ચરિતાર્થ કરવા માં ,અમદાવાદ જિલ્લાની પ્રશંસનીય કામગીરી બદલ ,જિલ્લા કલેક્ટર ,અવંતિકા સિંઘ ને ,પુરસ્કાર - મહિલા દિને ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ,રાજસ્થાનના ઝૂનઝુનુમાં કર્યા સન્માનિત.
6. ડાંગ જિલ્લાના 311 ગામોમાં મધ્યાહન ભોજન અને દૂધ સંજીવની યોજના હેઠળ બાળકોને પૌષ્ટિક ભોજન સાથે દૂધ મળતાં આરોગ્ય સાથે શિક્ષણસ્તરમાં થયો સુધારો - શાળામાં આવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ થયો વધારો.
7. માળિયા મિયાણા પંથક માં ,પાણી ની પોકાર સાથે ,બેડા ઊંચકી ને ,બે કિલોમીટર સુધી ,વીરડા ખોદતી મહિલાઓ ની કલ્પના જ ,કરૂણા મય છે ત્યારે ,"જળ એ જીવન છે" સૂત્ર યાદ રાખતાં ,ઉનાળા અગાઉ ,સંદેશ છે ,પાણીના કરકસર યુક્ત વપરાશ નો ,અને દુવ્ર્યય અટકાવવા નો.