Submitted by gujaratdesk on
1. ચીનના શહેર ચિંગદાઓમાં 18મી શાંઘાઈ શિખર મંત્રણામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્ષેત્રીય સંપર્ક પર મૂક્યો ભાર - કહ્યું, પાડોશી દેશો અને એસસીઓ ક્ષેત્ર વચ્ચેના સંપર્કમાં વધારો કરવો એ છે પ્રાથમિકતા - અફઘાનિસ્તાનમાં સુરક્ષા સુનિશ્ચિત કરાવવા સભ્ય દેશોની માંગી મદદ - સભ્ય દેશોએ ચિંગદાઓ ઘોષણાપત્ર પર કર્યા હસ્તાક્ષર
2. જમ્મુ-કાશ્મીરના કુપવાડા ક્ષેત્રમાં સેનાને મળી મોટી સફળતા - ઘૂસણખોરીના પ્રયાસને બનાવ્યો નિષ્ફળ - છ આતંકવાદીઓને કરાયા ઠાર
3. મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત - દિલ્હી NCRમાં આંધી સાથે વરસાદ - જૂનાગઢના ગીર પંથકમાં અમીછાંટણા સાથે રાજ્યભરના વાતાવરણમાં પલટો
4. જૂનાગઢ નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે માર્ગ અકસ્માતમાં ચારનાં મોત - 26 જેટલા ઘાયલ
5. રાજ્યમાં ઘટી રહી છે ગીધની સંખ્યા- વન વિભાગ કરશે ચિંતન - રાજ્યમાં ગીધની વસતી ગણતરીનો પ્રારંભ
6. ગુડ ગવર્નન્સ, ઈ-ગવર્નન્સ, ઈઝ ઓફ ડુંઈગ બિઝનેસ ક્ષેત્રે દેશભરમાં ગુજરાત અગ્રેસર હોવાનું જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી - ચિંતન શિબિરમાં સરકારના 26 વિભાગો અંતર્ગત 33 જિલ્લાના 1700 માપદંડોનું ડેશ બોર્ડ દ્વારા કરાયું મુલ્યાંકન- કલેકટરો, ડીડીઓને શ્રેષ્ઠત્તમ પ્રદાન માટે કરાયા પુરસ્કૃત.
7. સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાત વચ્ચે સપનાના વાવેતર સમી રો-રો ફેરી સર્વિસથી સમય અને નાણાંની બચત સાથે આહલાદક સુવિધાયુક્ત સફર - નરેન્દ્ર મોદી સરકારની 4 વર્ષની સિધ્ધિમાં રો-રો ફેરી અગ્રેસર