Skip to main content
Settings Settings for Dark

Mid Day News at 1.00 pm | 11-03-2018

Live TV

X
Gujarati

1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાનુએલ મેક્રોએ, નવી દિલ્હીમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા સંમેલનનું કર્યું ઉદ્ઘાટન - વર્ષ 2022 સુધીમાં 100 ગીગાવોટ વીજ અને સૌર ઉર્જા ઉત્પાદનનું લક્ષ્ય - ભારત કરશે સોલર ટેકનોલોજી મિશનની શરૂઆત.

2. ભારત અને ફ્રાન્સ વચ્ચે રક્ષા સુરક્ષા, રેલવે, અંતરીક્ષ, પર્યાવરણ સહિત કુલ 14 વિષયો પર થયા કરાર - ભારત અને ફ્રાંસની એક મંચ પર હાજરી, સમૃદ્ધ અને શાંતીમય વિશ્વનો સંકેત હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી.

3. વેપારી સમુદાય માટે રાહતના સમાચાર - જીએસટી મામલે લેવાયા મહત્તવપૂર્ણ નિર્ણય- ઈ વોલેટ સ્કીમ પહેલી ઓક્ટોબરથી થશે લાગુ - નાણામંત્રીએ દિલ્લી ખાતે પત્રકાર પરિષદમાં કરી જાહેરાત.

4. આજે પોલિયો રવિવાર - રાજ્યભરમાં પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસીના બે ટીપા પીવડાવવાનું આયોજન - ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો પોલિયો રવિવારનો પ્રારંભ.

5. આવતીકાલથી રાજ્યમાં ધોરણ-10 અને ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષા - 28 માર્ચ સુધી ચાલનારી પરીક્ષામાં કુલ 17 લાખ 14 હજાર ઉપરાંત પરીક્ષાર્થીની થશે કસોટી - ગુજરાત માધ્યમિક શિક્ષક બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ થઈ પૂર્ણ.

6. ધાર્મિક ગુરુ તરીકે પ્રખ્યાત મા અમૃતાનંદમયી બન્યા અમદાવાદના મહેમાન - મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધી અમ્માની મુલાકાત - મોટી સંખ્યામાં અનુયાયીઓએ આપી હાજરી.

7. આવતીકાલે વડોદરામાં ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ વન-ડે શ્રેણીની પ્રથમ મેચ - મેક્સિકોમાં ISSF વિશ્વકપમાં ભારતના અખિલ શેઓરાને 50 મીટર શૂટીંગમાં જીત્યો સુવર્ણચંદ્રક.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply