Skip to main content
Settings Settings for Dark

Mid Day News at 1.00 pm | 11-04-2018

Live TV

X
Gujarati

1. આગામી 25 વર્ષમાં ઉર્જા ક્ષેત્રે ભારતની મહત્વની ભૂમિકા રહેવાનું જણાવતા પ્રધાનમંત્રી - 16માં આંતરરાષ્ટ્રીય ઉર્જા મંચને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ સસ્તી અને શુલભ ઉર્જા ઉપલબ્ધ કરાવવા પર મૂક્યો ભાર.

2. ધોલેરા S.I.R. ખાતે વિશ્વના સૌથી મોટા પાંચ હજાર મેગાવોટના સોલર પાર્કની સ્થાપનાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી સૈધ્ધાંતિક મંજુરી - આ સોલર પાર્ક થકી 25 હજાર કરોડ રૂપિયા નું ,રોકાણ થવાની સંભાવના-20 હજાર લોકોને મળશે રોજગારી.

3.દેશમાં મર્યાદીત પરંપરાગત વીજળીના સ્ત્રોત વચ્ચે સુરતના વાંકલની સરકારી કોલેજે અપનાવ્યો બિન પરંપરાગત ઊર્જાનો ઉત્તમ પ્રોજેક્ટ -કોલેજમાં સોલાર પાવર પેનલ લગાવી જંગી વીજ બિલમાંથી મેળવ્યો છૂટકારો-તો બચતી વીજળીને DGVCLને વેચી મેળવે છે સારી આવક.

4. કોમલવેલ્થ ગેમ્સના સાતમા દિવસે ભારતની આગેકૂચ- ડબલ ટ્રેપ શૂટિંગમાં શ્રેયસી સિંહે જીત્યો ગોલ્ડ તો અંકુર મિત્તલે મેળવ્યો બૉન્ઝ મેડલ -- બોક્સીંગ અને બેડમિન્ટનમાં ભારતને આજે વધુ ચંદ્રક મળવાની આશા - 12 સુવર્ણ, ચાર રજત અને આઠ કાંસ્ય ચંદ્રક મળીને કુલ 24 ચંદ્રક સાથે ભારત ત્રીજા સ્થાને.

5.ત્રણ આફ્રિકી દેશોની મુલાકાતના ત્રીજા તબક્કામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઝામ્બિયાની મુલાકાતે - ભારત અને ઝાંબિયા વચ્ચે ચાર સમજૂતી પર થશે હસ્તાક્ષર - ભારતીય સમુદાયને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત વિશ્વની સૌથી તેજ ગતિથી આગળ વધતી અર્થવ્યવસ્થા-તકનો લાભ લઈ રોકાણ કરવા માટે કર્યું આહવાન.

6.સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સૌની યોજનામાંથી પાણીની ચોરી અટકાવવા અલગ અલગ 24 ટીમોની કરાઈ રચના- પ્રથમ દિવસે જ 15 જગ્યાએથી ઝડપાઈ પાણીની ચોરી-રાજકોટ કોર્પોરેશને વસૂલ્યો રૂપિયા 30 હજારનો દંડ - મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ RMC કમિશનરને કર્યું હતું સુચન.

7.આ વર્ષે કેસર કેરીનો સ્વાદ થશે મોંઘો-ગીર સોમનાથ પંથકમાં ઓછા ઉત્પાદનને કારણે ભાવમાં વધારો થવાની સંભાવના-ખરાબ હવામાનને કારણે કેરીના 40 ટકા પાકને થયું નુક્સાન. 

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply