Submitted by gujaratdesk on
1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંરક્ષણ ઉપકરણોનું ભારતમાં ઉત્પાદન કરવા ખાનગી કંપનીઓને કર્યું આહવાન
- ડિફેન્સ એક્સપો 2018માં કહ્યું કે ભારતમાં હથિયારોનું નિર્માણ થવાથી દેશ અને કંપનીઓને પણ થશે ફાયદો
-રક્ષા ક્ષેત્રમાં ખાનગી કંપનીઓને કરાશે પ્રોત્સાહીત.
2. અંતરિક્ષમાં ભારતમાં વધુ એક સફળ ઉડાન-ઈસરોએ IRNSS-1I સેટેલાઈટનું કર્યું સફળ લોન્ચિંગ
- માછીમારો દરિયામાં સાચી દિશા અને માછલીઓનું લોકેશન જાણી શકાશે
-તો સૈન્ય ક્ષેત્રમાં પણ મળશે ખાસ મદદ-14.25 કિલોના વજનવાળું આ સેટેલાઈટ 10 વર્ષ માટે કરશે કામ.
3. વિપક્ષ દ્વારા સંસદ ન ચાલવા દેવાના વિરોધમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આજે ઉપવાસ
- પોતાના રૂટિન કામકાજમાં નહીં કરે કોઈ ફેરફાર
- ભાજપ પ્રમુખ અમિત શાહ કર્ણાટકના હુબલીમાં કરશે પ્રતિક ધરણા-ભાજપના તમામ સાંસદો પોતાના મતવિસ્તારમાં ઉપવાસ.
4. મુખ્યમંત્રી વિજય રૂપાણી ના CMOમાં રોજિંદા સરકારી કામકાજ સાથે ઉપવાસ
- સાંસદ કિરિટ સોલંકી અને ભાજપના અન્ય નેતાઓના પણ પોતાના વિસ્તારમાં પ્રતિક ઉપવાસ શરૂ
5.ગુજરાતમાં તબીબીનો અછત નિવારવા અને દર્દીઓને વધુ સઘન સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે કર્યો પ્રજાલક્ષી નિર્ણય
-તબીબોને સેવાનિવૃત્તિ બાદ અપાશે 3 વર્ષ સુધીનું એક્સટેન્શન
6.વિદ્યાર્થીઓ ગણિત વિષય હસતા રમતા ભણી શકે તે માટે NCRTનો મહત્વપૂર્ણ નિર્ણય
- ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કક્ષાનીકમિટી ઘડશે સરળ અભ્યાસક્રમ
7.લોકોમાં પાણી પ્રત્યેજાગૃતતા આવે તે માટે રાજ્ય સરકાર પહેલી મેથી 31 મે સુધી ચલાવશે પાણી બચાવો અભિયાન
- સાર્વજનિક સેવા સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને દાતાઓનો સહયોગથી ચાલશે આ અભિયાન
- મધ્યપ્રદેશે ગુજરાતને પાણી ન આપવાની વાત ખોટી હોવાની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સ્પષ્ટતા.
8.ગુજરાતના હવામાનમાં આવ્યો અચાનક પલટો
- ભારે પવન સાથે રાજ્યમાં છૂટા-છવાયા વરસાદી ઝાપટા
- મોરબી, કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં માવઠાંને કારણે ધરતીપુત્રોની વધી ચિંતા.