Submitted by gujaratdesk on
1. જળસંગ્રહ માટે ખેતતલાવડી તથા તળાવો ઊંડા કરવાની કામગીરી સિંચાઈ વિભાગ અથવા જી.એસ.એલ.ડી.સી.ને બદલે રાજ્યની પ્રતિષ્ઠિત સ્વૈચ્છિક અને ધાર્મિક સંસ્થાઓની સાથે રહીને કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય - ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની દિશામાં રાજ્ય સરકારે અનેક પગલાં લીધા હોવાનું જણાવતા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા
2. આજથી રાજ્યભરમાં ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવા કે હેલ્મેટ ન પહેરવા સહિતના ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઇ-મેમોની થશે કાર્યવાહી - પાંચથી વધુ ઇ-મેમોના કિસ્સામાં લાયસન્સ રદ કરવાની કાર્યવાહી થવાનું જણાવતા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા
3. ગઈકાલે ગુજરાત સહિત દેશભરમાં ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની થઇ ઉજવણી - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બસ્તરના બીજાપુરમાં વિશ્વના સૌથી મોટા આરોગ્યલક્ષીસેવા કાર્યક્રમ આયુષ્યમાન ભારતની કરી શરૂઆત - બસ્તર જિલ્લાના સૌથી પછાત વિસ્તારમાં રાજમાર્ગ, રેલસેવા સહિત , અનેક પરિયોજનાનો પણ કર્યો શુભારંભ.
4. કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ રાજ્યસભાના સાંસદ તરીકે લીધા શપથ - ઉત્તરપ્રદેશમાંથી ચૂંટાયેલા જેટલી અગાઉ ગુજરાતમાંથી ચૂંટાયા હતા સાંસદ
5. કોમનવેલ્થ ગેમ્સના છેલ્લાં દિવસે - સાયના નહેવાલને સુવર્ણ જ્યારે પી. વી. સિધુને મળ્યો રજત ચંદ્રક - 26 સુવર્ણ , 20 રજત અને 20 કાંસ્ય મળી કુલ 66 ચંદ્રક સાથે મેડલ ટેલીમાં ત્રીજા સ્થાને રહ્યું ભારત
6. કચ્છ જિલ્લાના ભચાઉ નજીક ટ્રેક્ટર ટ્રોલી અને લકઝરી બસ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં લગ્ન પ્રસંગે જઈ રહેલા નવ લોકોના ઘટના સ્થળે મોત - ઘાયલ આઠ પૈકી ત્રણ જણાની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા - અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ફરેડી પાસે કાર અને ટેમ્પો રીક્ષા વચ્ચે અકસ્માતમાં એકનું મોત, ચાર ઘાયલ