Submitted by gujaratdesk on
1. પુંછના બાલાપુર સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ફરી સંઘર્ષવિરામનો ભંગ, ગોળીબારમાં પાંચ લોકોના મોત, બે ઇજાગ્રસ્ત ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ વળતો જવાબ.
2. ખેડૂતોની આવકને બમણી કરવાના પ્રયાસને વેગ આપવા નવા પરિમાણોથી ખેત પદ્ધતિ વિકસાવવા હેતુ દિલ્હીમાં 'કૃષિ ઉન્નતિ મેળો' પ્રધાનમંત્રીએ કહ્યું: ખેડૂત દેશનો આધાર,તો વૈજ્ઞાનિક કર્ણધાર: 25 જેટલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું કરાયું પીએમના હસ્તે ખાત મુહૂર્ત.
3. રાજ્યના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે 1998ની બેચના આઈએએસ અધિકારી એસ મુરલીક્રિષ્નાની નિમણૂંક - કૃષિ વિભાગના સહકાર, પશુપાલન અને મત્સ્યોયોગ સચિવનો હોદ્દો સંભાળતા મુરલીક્રિષ્ના હવે બીબી સ્વૈનનું લેશે સ્થાન.
4. ગુજરાતની જીવાદોરી નર્મદાના પાણી માટે કેન્દ્રએ રાજય સરકારને આપી રૂપિયા 1100 કરોડથી વધુ રકમની સહાય - તો તૃષાતૂર જનતાને પીવાના પાણીથી 'તૃપ્ત' કરવા,રાજ્યના જળાશયો પર પહેરેદારી: નર્મદા ડેમ ,મચ્છુ ડેમ અને ધરોઈ માંથી પાણી ચોરી રોકવા સરકાર મક્કમ.
5. આજે હિન્દુ નવ વર્ષના પ્રારંભ સાથે ઉગાદી, ચેડી ચંડ અને ગૂડી પડવાની ભારે ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક દેશભરમાં થઈ રહી છે ઉજવણી - આદ્યશક્તિની આરાધનાના પર્વ ચૈત્ર નવરાત્રિનો પણ થયો આજથી પ્રારંભ.
6. તલોદ તાલુકાના ખારાદેવિયા પાટીયા નજીક ડમ્પર અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત, ત્રણ ગંભીર ઇજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ ખસેડાયા.
7. શ્રીલંકામાં ત્રણ દેશો વચ્ચે રમાઈ રહેલી ટી-20 ક્રિકેટ મેચની નિદહાસ ટુનામેન્ટમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફાઈનલમાં થશે ટક્કર- એક રોમાંચક મુકાબલામાં શ્રીલંકા થયું હતું બહાર.